ઉપલેટા: દંપતીને માર મારવાના બનાવમાં ત્રણ શખ્સો સામે નોંધાતો ગુનો

સમાજ વિરૂધ મેસેજ મૂકવા અને વીડિયો વાયરલ કરવા મામલે માથાકૂટ

અબતક, રાજકોટ

ઉપલેટા શહેરના ત્રણ કમાત પાસે પતી-પત્નીને ધક્કો મારી પછાડી દેતા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ત્રણ કમાત પાસે રહેતા રિયાજભાઇ ઉર્ફે લાલો ઓસમાણ સુરિયાએ ફરિયાદ નોંધાવતા જણાવેલ કે ગઇકાલે મારી હોટલે બેઠો હતો ત્યારે અમારા સમાજ ટ્રસ્ટી મકીભાઇ, હાજી રફીક હડફા ઉર્ફે લાલાભાઇ ધાબીમાં ફોન આવેલ ક્યા છો મેં કીધુ કે હું મારી હોટલે બેઠો છું. થોડીવારમાં મકીભાઇ આવી કેમ સમાજની વિરૂધ્ધમાં મેસેજ મૂકી બદનામ કરશે તેમ કહી ઉશ્કેરાઇને મને એક થપ્પડ મારતા હું પડી ગયેલો બાદમાં રસીદભાઇ શિવાણી મારી ઘરવારાને કહેલું કે તારા ઘરવારાને સમજાવી લેજે નહિતર સમાજમાં મોંઢુ બતાવવા જેવો નહિ રહે અમારૂં કોઇ કાંઇ કરી શકશે નહિ અમારી પાસે પૈસા અને રાજકીય છેડો છે ત્યારબાદ અમારી મેમણ જમાતના પ્રમુખ હનીફભાઇ કાંડી આવેલ તેને કહેલ કે લાલાને મારી નાખો આપણને નડતો બંધ થઇ જાય ત્યાર બાદ લાલાભાઇ ધાબી મારા બા-બાપુજીને કહેલ કે આની ઘરવાળી ક્યા છે તમારા દિકરાને સમજાવી દેજો નહિતર કપાળ ગોત્યો નહિં જડે, અમારો જુનો રેકોર્ડ જોઇ લેજો અમારા સમાજના પ્રમુખ હનીફભાઇ કાંડી કહેલ કે તમારો છોકરો અર્ધો બિમાર છે, મારશે તો મરી જશે. તમારૂ કોઇ નહિ આવે તેને સમાજની બહાર કાઢી મુકશું. બહારના માણસોને બોલાવી મરવી નાખીશું. આ આખી ઘટના સમાજને જાગૃત કરવા મેસેજ ફરીયાદીએ ટૂંકમાં મામલો બિચક્યો હતો અને મારામારી-ગારાગારી સુધી પહોંચ્યો હતો. પોલીસે ફરીયાદીના ફરીયાદ લઇને આરોપી સામે આઇપીસી કલમ 354, 323, 504(2), 114 મુજબ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી ચક્રોગતિમાન કર્યાં છે.