Abtak Media Google News

સેવા પરમો ધર્મ

  • નજીવા ટોકન દરે સામાજીક કાર્યક્રમ થકી ઉભુ કર્યું લાખોનું ભંડોળ
  • પાલિકા પ્રમુખ મયુર સુવા અને તેમની ટીમનું પ્રેરણાદાય પગલું

શહેરમાં રખડતા ઢોર ને મુદે સમગ્ર ગુજરાત સરકાર લાચાર બની છે ત્યારે ઉપલેટા પાલિકાના પ્રમુખ દ્વારા અપના હાથ જગન્નાથ માની શહેરમાં રખડતા તમામ ગાયોને એનિમલ હોસ્ટેલમાં રાખી તેના નિભાવ ખર્ચ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી તેમાંથી થતી આવક એનીમલ હોસ્ટેલમાં રહેતી ગાયોનના નિભાવ ખર્ચમાં આપી પ્રેરણાદાય કાર્ય કર્યુ છે.

શહેરમાં આશરે 700 જેટલી ગાયો રખડવાને કારણે અનેક લોકો તેનો ભોગ બન્યા હતા ઘણા લોકોએ પણ પોતાના જીવ ગુમાવ્યા હતા. આવા સમયે નગર પાલિકામાં પ્રમુખ મયુરભાઇ સુવાએ નગરપાલિકા દ્વારા અગાઉ બનાવાયેલ એનીમલ હોસ્ટેલને કાર્યરત કરી તેમાં 700 જેટલી ગાયો ને રાખી તેમાં તેની માવજત કરવામાં આવે છે. ગાયોના નિભાવ ખર્ચ માટે સર્વ પ્રથમ વડચોક ગૌ શાળાએ ઉઠાવાની જવાબદારી લીધી હતી. પણ તેને મદદરુપ થવા અને સૌ સાથે મળી આ સેવાકિય કાર્ય કરે તો સોનામાં સુગંધ ભળી જાય તેવા ઉમદા વિચાર સાથે શહેરમાં વિવિધ સેવાકીય પ્રવૃતિ કરતું ક્રિષ્ના ગ્રુપ ના પ્રણેતા અને પાલિકા પ્રમુખ મયુરભાઇ સુવા ભાવેશભાઇ સુવા, રાજનભાઇ સુવા જગુભાઇ સુવા, વિક્રમસિંહ સોલંકી દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવતું તે તેમાં થતી આવક એનીમલ હોસ્ટેલમાં વાપરવાનું નકકી કરતા આ સેવાકીય કાર્યમાં બેવડો ઉત્સાહ આવ્યો શહેરીજનો અને વેપારીજનો સમગ્ર ગામજનો દ્વારા ઉદાર હાથે ફાળો આપતા નવરાત્રી ઉત્સવમાં કુલ 39 લાખ રૂપિયા મળી કુલ પ0 લાખ જેવી માતબર આવક થતાં તમામ આવક એનીમલ હોસ્ટેલ ની કમીટીને સુપ્રત કરી દઇ માનવતાનું કાર્ય કર્યુ હતું.

પાલિકા પ્રમુખ મયુર સુવાના આ કાર્યથી પ્રેરાઇ ને એપલ ગ્રીન પાર્ટી પ્લોટ દ્વારા ફટાકડા વેચાણમાં થતો કુલ નફામાં પચાસ ટકા નફો એનીમલ હોસ્ટેલને આપવાનું નકકી કરતા અઢી લાખ રૂપિયા એપલ ગ્રીન પાર્ટી પ્લોટ દ્વારા એનીમલ હોસ્ટેલને અર્પણ કર્યો હતો. આ અંગે ક્રિષ્ના ગ્રુપના ભાવેશભાઇ સેવા નગરપાલિકા પ્રમુખ મયુરભાઇ સુવાએ જણાવેલ કે ક્રિષ્ના ગ્રુપની સ્થાપના અમારા પિતાએ સેવાકીય પ્રવૃતિ માટે કરી હતી. આ કાર્યને આગળ ધપાવવા પ્રવૃતિ માટે કરી હતી. આ કાર્યને આગળ ધપાવવા ક્રિષ્ના ગ્રુપ દ્વારા નવરાત્રી ઉત્સવ, શોભાયાત્રા, તુલસી વિવાહ, લોકેમળામાં થતી તમામ આવક ગાયોના નિભાવ ખર્ચ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

તેમજ ક્રિષ્ના ગ્રુપ દ્વારા જે ધાર્મિક તહેવારો ઉજવામાં આવે છે તેનો કોઇ ફંડ ફાળો કરવામાં આવતો નથી પણ કાર્યમાં થતી આવક ગૌ માતા માટે વાપરવામાં આવે છે. આ સાથે શહેરની વિવિધ સામાજીક સંસ્થાને આવા કાર્યો કરી ગૌ માતા માટે ફંડ એકત્ર કરવા માગતું હોય તો ક્રિષ્ના ગ્રુપ તેને તન, મન, ધનથી સહકાર આપશે ક્રિષ્ના ગ્રુપ દ્વારા પ0 લાખનો એક સાંસદ રમેશભાઇ ધડુકની હાજરીમાં એનીમલ હોસ્ટેલના પ્રમુખ પિયુષભાઇ માકડીયા અશોકભાઇ શેઠ સહિત કમીટીને અર્પણ કરેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.