Abtak Media Google News

ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 11 ઉમેદવારો જયારે ખરીદ વેંચાણ સંઘની બે બેઠકો માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં

ખરીદ વેંચાણ સંઘમાં ત્રીજા ઉમેદવારે ભાજપ પ્રેરિત પેનલને ટેકો જાહેર કર્યો

આવતી કાલે મતગણતરી

આજે યોજાય રહેલી ચુંટણીમાં ખેડુત વિભાગની 10 બેઠકો અને સંઘ વિભાગની બે બેઠકોની મતગણતરી આવતીકાલે માકેટીંગ યાર્ડ ખાતે યોજાશે. બપોર સુધીમાં  ચૂટાયેલા પ્રતિનિધિઓ જાહેર થઇ જશે.

અબતક, કીરીટ રાણપરીયા

ઉપલેટા

ઉપલેટા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતીની યોજાઇ રહેલ સામાન્ય ચુંટણીમાં અગાઉ ચાર બેઠકો બીન હરીફ બાદ આજે ખરીદ વેચાણ સંઘમાં ત્રીજા ઉમેદવારે ભાજપ પ્રેરિત પેનલને ટેકો જાહેર કરતા ખેડુત વિભાગની 10 બેઠકો માટે 11 ઉમેદવારો માટે ચુંટણી માટે મતદાન શરુ થયું હતું. જેની આવતીકાલે મતગણતરી થશે યાદ ઉપર ભાજપ પ્રેરિત પેનલ જયેશભાઇ રાદડીયાના વિજય નિશ્ર્ચિત થઇ ચૂકયો છે.

આજે સવારે મારકેટીંગ યાર્ડ ખાતે ખેડુત વિભાગની 10 બેઠકો માટે મતદાન શરુ થયું હતું. જેમ શાંતિ પૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. જયારે ખરીદ વેંચાણ સંઘની બે બેઠકો ઉ5ર ત્રણ ઉમેદવારો હતા તેમાં દલપતભા માકડીયા અને જેતાભાઇ બરોચીયા ભાજપ ખેડુત પેનલના ઉમેદવારો હતા તેની સામે અશોકભાઇ લાડાણી ચુંટણી લડી રહ્યા હતા તેને પોતાનો ટેકો ભાજપ પ્રેરિત ઉમેદવાર જાહેર કરી દેતા સંઘની બન્ને બેઠકો ઉપર ભાજપ ખેડુત પેનલના ઉમેદવારો નિશ્ર્ચત વિજય બનશે જયારે ખેડુત વિભાગના 10 બેઠકો માટે જમનભાઇ ગેડીયા, હરિભાઇ ઠુમર, વલ્લભભાઇ મુરાણી, પરેશભાઇ ઉરાદડીયા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા,  સંજયભાઇ માકડીયા, રણમલભાઇ વામરોટીયા, ગોપાલભાઇ સખીયા, બાબુભાઇ હુંબલ, રમેશભાઇ ખોડ, ભાજપ પ્રેરિત પેનલ ઉમેદવારો છે જયારે ભારતીબેન બાબરીયા એક અપક્ષ ઉમેદવાર છે ખેડુત વિભાગમાં 462 મતદારો આજ સવારથી જ ખેડુત પ્રેરિત પેનલ જયેશભાઇ રાદડીયાના કેમ્પમાં પહોંચી ગયા છે. ચુંટણી ઔપચારિક ખાતર યોજાઇ રહી છે. એકંદરે ભાજપ ખેડૂત પેનલના તમામ ઉમેદવારો જંગી લીડથી ચૂંટાઇ આવશે.

આજે સવારે યાર્ડ ખાતે મતદાન યોજાયેલ છે તેમાં સવારે સંઘ વિભાગની ચુંટણીમાં મતદારોએ મતદાન થઇ રહ્યું છે ખેડુત વિભાગ મતદાનમાં સવારે 10 વાગ્યા પછી મતદાન કરશે.

માકેટીંગ યાર્ડમાં ખેડુત વિભાગની 10 બેઠકો માટે 462 મતદારો છે જયારે સંઘ વિભાગની બે બેઠકો  માટે 245 મતદારો છે બપોર સુધીમાં 60 ટકા જેવું મતદાન થઇ ચૂકયું છે મતદાન શાંતિપૂર્ણ થઇ રહ્યું છે.

ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારો તરફી મતદાન કરાવવા શહેર તાલુકા ભાજપના આગેવાનો યાર્ડ  ખાતે ઉમટી પડયા હતા.આ અંગે યાર્ડના વર્તમાન ચેરમેન અને ભાજપના અગ્રણી માઘવજીભાઇ પટેલ જણાવેલ કે આજની ચુંટણીમાં તમામ બેઠક ઉપર જયેશભાઇ રાદડીયા પ્રેરિત ભાજપ પેનલમાં વિજય નિશ્ર્ચિત છે. તેમાં કોઇ શંકાને સ્થાન નથી યાર્ડ ઉપર ભાજપના ભગવો લહેરાશે.

યાર્ડમાં ભાજપ ખેડુત પેનલનો કબ્જો રહ્યો

યાર્ડ ઉપર ભાજપ પ્રેરિત પેનલનો કબજો રહે તેવું ચિત્ર સ્પષ્ટ છે. અગાઉ વેપારી વિભાગની ચાર બેઠકો ઉપરના ઉમેદવારો બીન હરીફ ચૂંટાયા છે. સંઘની બે બેઠકોમાં ઉમેદવારોને હરીફ ઉમેદવારે ટેકો જાહેર કરી દેતા યાર્ડમાં ભાજપ પ્રેરિત પેનલની 6 બેઠકો ઉપર કબ્જો કરી લીધો છે. યાર્ડમાં બહુમતિ માટે 10 બેઠકો જોઇએ તેમાં ભાજપ ખેડુત પ્રેરિત પાસે આજે ખેડુત વિભાગની દશ બેઠકો અને 6 બેઠકો અગાઉ મચી ચૂકી છે. ત્યારે યાર્ડ ઉપર ભાજપનો ભગવો લહેરાવાનો નિશ્ર્ચિત બની ચૂકયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.