ઉપલેટા: સદ્ભાવના શ્રીમાળી સોની યુવકમંડળ આયોજીત ગરબામાં રાસની રમઝટ બોલી

જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં હાજર રહી આનંદ માણ્યો

શ્રી સદભાવના શ્રીમાળી સોની યુવક મંડળ તેમજ શ્રી સદભાવના શ્રીમાળી સોની મહિલા મંડળ દ્રારા રાસગરબા નુ તા.૧૩-૧૦ ને૧૪-૧૦-૨૦૧૮ શનિવાર,રવિવાર નુ આયોજન કરવામાં આવેલ તેમાં જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં હાજર રહીને રાસગરબા ની રમઝટ બોલાવી ને આનંદ લીધેલ.આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે પ્રમુખ શ્રી અશ્વીનભાઈ સેજપરા ઉપ પ્રમુખ આશિષ રાજપરા મંત્રી અશ્વીન ધોળકિયા, પરેશ,રાજન,ભાવેશ, મહેન્દ્ર, દેવેનભાઈ,મનોજ તા હસમુખભાઈ રાજપરા,દરેક કારોબારી સભ્યો શ્રી એ ખુબજ જહેમત ઉઠાવી હતી.

આ કાર્યક્રમ મા રવિવાર ના દિવસે આપણા વિસ્તાર ના ધારાસભ્ય શ્રી લલિતભાઈ વસોયા, લાખાભાઈ ડાંગર, ભરતભાઈ રાણપરીયા હાજરી આપી હતી.શ્રી સદભાવના મંડળ ના પ્રમુખ શ્રી સુનીલભાઈ ધોળકિયા, માધવભાઈ ધોળકિયા, અશ્ર્વિનભાઈ સેજપરા એ ધારાસભ્ય નુ સન્માન કરેલ અને મહિલા મંડળ દ્રારા ગરબા શણગાર સ્પર્ધા નુ આયોજન કરેલ  બહોળી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધેલ. સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન હિરેનભાઈ તા અશ્વીનભાઈ દ્રારા કરવા મા આવેલ હતુ જ્ઞાતિજનો એ બહોળી સંખ્યામા ઉપસ્થિતિ રહીને સફળ બનાવેલ ને આનંદ માણ્યો હતો.