Abtak Media Google News

રાજકોટ જીલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા ડો. નીલેશ શાહ દ્વારા ઉપલેટામાં મૃત વ્યક્તિના નામે સામે આવેલ રસીકરણ બનાવના બાબતમાં મુખ્ય આરોગ્ય અધિકારી ડો. નીલેશ શાહ દ્વારા ઉપલેટામાં બનેલ બનાવ અંગે મૃત વ્યક્તિના પુત્ર સાથે ટેલીફોનીક વાતચીતમાં મૃતકના પુત્રને ધમકી આપી અને સમગ્ર મામલાને મીડિયા સાથે મળી અને મોટું ષડયંત્ર રચ્યું હોવાનું કહી જણાવે છે અને મીડિયાને સ્પષ્ટ પણે બદનામ કરી અને ચોથી જાગીર ગણાતા એવા પત્રકાર જગતને સરેઆમ બદનામ કરી અને તેમની કામગીરી પર ખોટી રીતે ટીકા કરતા હોવાનું ટેલીફોનીકમાં થયેલ વાતચીતમાં ઓડીઓમાં માલુમ પડે છે.

ચોથી જાગીર ગણાતુ મીડિયા દ્વારા હંમેશા સત્ય બહાર લાવવાનું અને સત્ય બતાવવાનું કામ કારવામાં આવતું હોઈ છે પરંતુ ઉપલેટામાં તાજેતરમાં સામે આવેલ મૃત વ્યક્તિના નામે વેક્સીનેશન બાબતના બનાવમાં આરોગ્ય વિભાગ દ્વારા થયેલ ભૂલને અને આરોગ્ય વિભાગની બેદરકારીને છાવરવા અને તેમની ભૂલોને ઢાંક પીછોળી કરવા માટે સમગ્ર બનેલી બાબતનો દોષનો ટોપલો ચોથી જાગીર પર ઢોળી રહ્યા છે. જેમાં ડો. નીલેશ શાહ મૃતકના પુત્ર સાથે ટેલીફોનીક વાતમાં એવું કહી રહ્યા છે કે, આ બધું મીડિયા સાથે મળી અને તમે લોકોએ સમગ્ર ષડ્યંત્ર રચ્યું છે ત્યારે આ અધિકારી દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે.

રાજકોટ આરોગ્ય વિભાગના અધિકારી દ્વારા તેમના વિભાગ દ્વારા થયેલ ભુલને શોધવા અને તેમનો ઉકેલ લાવવાને બદલે ચોથી જાગીરને સરેઆમ બદનામ કરી મીડિયા ઉપર આક્ષેપ કરનાર અધિકારી ડો. નીલેશ શાહ મૃત વ્યક્તિના પુત્રને પણ ધમકી આપી અને ગાળો આપતા હોવાનું પણ ટેલીફોનીકમાં થયેલ વાતચીતમાં સામે આવ્યું છે.

ચોથી જાગીર એવા પત્રકારોને ખોટી રીતે બદનામ કરનાર અધિકારી ડો. નીલેશ શાહ સામે તુરંત અને યોગ્ય ખાતાકીય પગલા લેવાની ઉપલેટા તાલુકા પત્રકાર સંઘની માંગ છે અને જો તુરંત અને યોગ્ય ખાતાકીય પગલા નહિ લેવામાં આવે તો ટૂંક સમયમાં ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ દ્વારા ઉપવાસ અંદોલન કરી અને ધરણા પ્રદર્શન પણ યોજવામાં આવશે અને જરૂર પડ્યે જીલ્લા ભરના પત્રકારો પણ જોડાશે ત્યારે આ તમામ બાબતની યોગ્ય અને તટસ્થ તપાસ કરી અને જવાબદાર સામે પગલા લેવા અને ચોથી જાગીરને ખોટી રીતે બદનામ કરનાર મુખ્ય આરોગ્ય અધિકારી ડો. નીલેશ શાહ સામે તુરંત અને યોગ્ય ખાતાકીય પગલા લેવાની ઉપલેટા તાલુકા પત્રકાર સંઘની માંગ સાથે ઉપલેટા મામલતદાર મારફત રાજકોટ જીલ્લા વિકાસ અધિકારી, ગુજરાત આરોગ્ય મંત્રી, ગુજરાત આરોગ્ય સચિવ, રાજકોટ જીલ્લા કલેકટર, ધોરાજી ડેપ્યુટી કલેકટર તેમજ રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખને લેખિત રજુવાત કરવામાં આવી છે.આ તકે ઉપલેટા તાલુકા પત્રકાર સંઘના પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ, ઉપ-પ્રમુખ જગદીશભાઈ રાઠોડ, મંત્રી ભરતભાઈ રાણપરીયા તેમજ કાનભાઈ સુવા, આશિષ લાલકીયા, ઈમરાન સરવદી, જયેશભાઈ મારડિયા, પરેશભાઈ રાજપરા, પ્રવીણભાઈ શુકલ, કારણ ચાવડા સહિતના પત્રકારો દ્વારા રજુવાત કરી આવેદન પાઠવવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.