Abtak Media Google News

જો ઉંડાણપૂર્વક તપાસ થાય તો ઘણાના તપેલા ચડે તેમ છે: સસ્પેન્ડ કર્મચારીનું નામ આપવામાં ઘણાને રસ  ન હતો

ઉપલેટામાં મૃતકના નામે રસી લીધાના બનાવમાં આખરે ગઈરાત્રે કોન્ટ્રાકટ બેઈઝ ઉપર રહેલા અર્બન હેલ્થ સેન્ટરના કોવિડ એમ.પી.એમ.ડબલ્યુને ફરજમા બેદરકારી દાખવાતા તેને નોકરીમાંથી છૂટા કરી દઈ આ પ્રકરણ ઉપર પડદો પાડી દેવામાં આવેલ છે. પણ જો ઉડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તોઘણાના તપેલા ચઢી જાયતેમ છે.

તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા સૂરજવાડી માં ચાલતા વેકસીન કેમ્પમાં વિરમભાઈ કંડોરિયાના મૃતક પિતાના નામે રસી લીધાનો બનાવ બહાર આવતા જિલ્લા આરોગ્ય વિભાગ ચોકી ઉઠ્યું હતુ જયારે જિલ્લા આરોગ્ય અધિકારી આ બનાવમાં આગળ તપાસ કરવાને બદલે પહેલાતો જે વ્યકિતના નામે રસી લેવામાં આવી છે. તેના પુત્ર દ્વારા આ પ્રકરણ બહાર લાવવામાં આવતા અધિકારી દ્વારા તેમના પુત્ર ઉપર રોફ જમાવવાનો પ્રયાસ કરેલો પણ ચોથી જાગીરે આ બનાવમાં સત્ય બહાર લાવવા પ્રયત્ન કરતા આખરે ગઈરાત્રે જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી મિતેશ ભંડેરીની તપાસના અંતે એમ.જે.સોલંકી કંપની દ્વારા કોવિડ કોન્ટ્રાકટ ઉપર રાખવામાં આવેલ એમ.પી.એમ. ડબલ્યું કેયુર પરમારને તાત્કાલીક ધોરણે નોકરીમાં બેદરકારી રાખવા બદલ પાણીચુ પકડાવી દેવામાં આવેલ છે.

આ સસ્પેન્ડ કર્મચારીનું નામ છુપાવવા અને બચાવવા સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા ઘણા ધમપછાડા કરવામાં આવેલ પણ મિડીયાએ અનેક કોશિ કરતા આખરે સસ્પેન્ડ થયેલ કર્મચારીનો લેટર બહાર પાડવામાં આવેલ હતો. આપ્રકરણમાં વધુ ઉંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તો વધુ ઘણાના તપેલા ચડી જાય તેમ છે.ત્યારે આખરે એક સામાન્ય કર્મચારીને સસ્પેન્ડ કરી તંત્ર દ્વારા આપ્રકરણ પૂરૂ કરવામાં આવ્યું હોય તેમ જણાઈ આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.