ઉપલેટા: નિયમોનું ભાન કરાવવા સામાન્ય લોકોને દંડ પણ કહેવાતા રાજકીય પક્ષો ઉલાળિયો કરે તો..?

શહેર તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા જેની જવાબદારી છે. તેવા પોલિસ દ્વારા કોરોનાને ડામવા વિવિધ રાજકીય પક્ષો અને જાહેરનામા ભંગ કરતા લોકોને કાયદાનું પાલન કરાવતા રાજકીય પક્ષો પોતાના સ્વાર્થ માટે પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યાનું ચીત્ર ઉપસી રહ્યાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

રાજકીય પક્ષો પોતાના સ્વાર્થ માટે પ્રજાને ગેર માર્ગે દોરી રહ્યાનું ઉપસતું ચિત્ર

પ્રજાએ પણ પોતાના આરોગ્ય જાળવણી માટે કાયદાનુ પાલન કરવુ તે નૈતિક ફરજ છે

કોરોનાને ડામવા સરકાર દ્વારા રસીકરણની સાથે સાથે માસ અને સોશ્યલ ડીસ્ટનનું પાલન કરવા વિવિધ સમયે વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવી રહ્યા છે. ત્યારે છાશવારે રાજકીય પક્ષો પોતાના સ્વાર્થ સાધવા કાયદાને હાથમાં લઈ પાલિકાને ચેલેન્જ કરતા પોલિસે આવા રાજકીય આગેવાનોને કાયદાનું ભાન કરાવતા રાજકીય પક્ષના આગેવાનો દ્વારા પોલિસને યેન કેન પ્રકાર દબાવવા લોકોને ઉશ્કેરી રહ્યા હોવાનું શહેરનાં પ્રબુધ્ધ નાગરીકો ચર્ચાઈ રહ્યું છે.

કોઈપણ સમયે જયારે દેશ ઉપર આપતી આવે ત્યારે દેશના તમામ લોકોને આપતીને સામૂહિક રીતે એક બીજાના અરસ પરસ સહકારથી આપતીની સામે લડત આપવી જોઈએ હાલ કોરોનાને કારણે અનેક પરિવારના માળા વિખાઈ ગયા છે. ઘણા પરિવારોએ તેના મુખ્ય સભ્યોને ગુમાવી દીધા છે.ત્યારે આ કોરોનાને ભગાડવા માટે વહીવટી તંત્ર લોકોને કાયદાનું પાલન કરાવે તેમાં કશુ ખોટુ નથી પ્રજાને પણ પોતાના આરોગ્ય જાળવણી માટે કાયદાનું પાલન કરવું તે નૈતિક ફરજ છે.ત્યારે હાલમાં શહેરમાં તંત્ર દ્વારા જે પ્રમાણે કાયદાનું પાલન કરાવે છે. તેમાં સહકાર આપવો જોઈએ અને તંત્રએ પણ સામાન્ય માનવીની વાત ખરાઈ કરી માનવતા દાખવવી જોઈએ તેવો સૂર પ્રજામાં ઉપસી આવ્યો છે.

જાહેરનામાનો ભંગ કરતા ડાયાભાઈ ગજેરાસામે બે ગુના નોંધતી પોલીસ

સમગ્ર રાજયમાં કોરોના સામે લડાઈ લડી રહેલા લોકો કાયદાને પૂરૂ માન આપી હાલમાં સમગ્ર રાજયમાં વેપારીઓ માટે રાજકીય પક્ષો માટે જાહેરનામું અમલમાં છે. ત્યારે છાશવારે આંદોલનના રણશીંગા ફૂંકી તંત્ર ને બાનમાં લેવાનો પ્રયાસ કરતા સી.પી.એમ.નાં ડાયાભાઈ ગજેરાની 15 દિવસમાં બે અલગઅલગ ગુના નોંધી પોલિસ લોકઅપમાં બેસાડી દેવામાં આવ્યા હતા.

ચારમાસ થયા પોલિસ-કાયદાનું પાલન કરાવે છે એકાએક વિરોધ કેમ: પ્રજામાં પુછાતો પ્રશ્ન

શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલિસ અને વહિવટી તંત્ર દ્વારા છેલ્લા દોઢ વર્ષથી અને પી.આઈ.કે.કે. જાડેજા દ્વારા ચારમાસથી જાહેરનામા ભંગના ગુના નોંધવામાં આવી રહ્યા છે. ત્યારે અત્યાર સુધી સામાન્ય જનતા પર કેમ જુલમ દેખાયા નહિ એકાએક પોલિસના જુલમો દેખાવા લાગતા પ્રજામાં પણ જાત-જાતના અને ભાત-ભાતના પ્રશ્ર્નો ચર્ચાઈ રહ્યા છે. કે આની પાછળ કોનું ભેજુ કામ કરી રહ્યું છે. પોલિસનું નાક દબાવવા.

ચેમ્બરના પ્રમુખ વિનુભાઈ ઘેરવડાની માંગણી શુ છે?

ઉપલેટા શહેરમાં છેલ્લા સાતથી આઠ દિવસથી પોલીસ તંત્ર દ્વારા શહેરમાં માસ્ક તથા સોશ્યલ ડીસ્ટન્સના નામે લોકોને હેરાનગતી કરવામાં આવે છે. જયારે કોરોના કાળમાં શહેરની જનતા રોગચાળામાં સપડાયેલ ત્યારે નગરપાલિકા, મામલતદાર અને ચેમ્બરના સંયુકત પ્રયાસો દ્વારા સ્વૈચ્છીક લોકડાઉન વેપારીઓ દ્વારા કરવામાં આવેલ જેની પ્રશંસા થયેલ છે. આ સ્વૈચ્છિક લોકડાઉનમાં પોલીસની કોઈ ભૂમિકા ન હતી. આમ જનતાને વેપારીઓના સંયુકત સહકારથી સફળતા મળેલ છે. જે અંગે વેપારી વર્ગનો આભાર માનવો તેને બદલે પોલીસ તંત્ર જડ વલણ અખત્યાર કરી આમ જનતા અને વેપારીઓને ઉપર જાહેરનામા ભંગની કાર્યવાહી થાય છે તેબંધ કરવામાં આવે અને જાહેરનામા પ્રશ્ર્ને આમ જનતા અને ખાસ વેપારી વર્ગની કનડગત બંધ કરવામાં આવે તેમ અંતમાં જણાવેલ છે.

સી.પી.એમ.ના આગેવાન ડાયાભાઈ ગજેરા શું કહે છે?

ગરીબો માટે સતત લડતા આંદોલન કરતા રહેતા પ્રદેશ કિશાનસભા પ્રમુખ અને સામ્યવાદી પક્ષના આગેવાન ડાયાભાઈ ગજેરાએ રાજયના મુખ્યમંત્રીને એક વિસ્તૃત પત્ર પાઠવી અપીલ કરતા જણાવેલ છે કે કોરોના કાળમાં લોકડાઉન ને કારણે ધંધા રોજગારો પડી ભાંગ્યા છે. તેમાયે આઈસ્ક્રીમ ગોલા ગુલ્ફી, ઠંડાપીણા, ભેળ પાણી પુરી, ફૂટ શાકભાજી વેચતા ફેરીયાઓ સહિતના ખાણીપીણી તથા છૂટક મજુરી કરતા મજૂરો અને દરજી, સુતાર, લુહાર, કડીયા, કુંભાર, સહિતના કારીગરોને ધંધા રોજગારો ચલાવું પણ મુશ્કેલ ભર્યું હોય આવા બે રોજગાર પરિવારોને આવી મુશ્કેલી વચ્ચે રોડ ઉપર મોટર સાયકલ લઈને જાય ત્યારે ટ્રાફીક પોલીસ માસ હેલ્મેટ લાયસન્સ સહિતના કેસો કરી મોટા મોટા દંડ ફટકારે છે.

પત્રના અંતમાં તેમણે જણાવેલ છે કે આવા બે રોજગાર પરિવારોનાં લોકોને પડયા ઉપર પાટા જેવા મોટી રકમના દંડ ફટકારવામાં આવે છે. માનવતાના ધોરણે હાલ પૂરતા બંધ કરવા જોઈએ તેવું જણાવેલ છે.