ઉપલેટાના જડેશ્વર ખાડામાં 15, ચુનારાવાડમાં 12,રબારીવાસમાં 8 સહિત 35 મકાનો ધરાશાયી

નગરસેવક જયેશ ત્રિવેદીએ ખભે બેસાડી લોકોના જીવ બચાવ્યાં: નદી કાંઠા વિસ્તારમાં હજુ ગોઠણ ડુબ પાણી

જડેશ્ર્વરના ખાડામાં રપ0 મકાનમાં છાતીડૂબ પાણી ભરાતા 1100 લોકો ફસાયા હતા, રબારીની પાડીનું મોત

સતત 48 કલાક ના વરસાદને કારણે શહેરની ચારે બાજુ ભરાયા હતા વધુમાં મોજ ડેમમાં પાણીની ભારે આવકને કારણે મોજ નદી બે કાંઠે ભયજનક સપાટી વટાવી દેતા નિચાણ વાળા વિસ્તારમાં છાતી ડુબ પાણી ભરાઇ જતા ભાજપના નગરસેવકે બચાવ કામગીરી હાથ ધરી હતી.

શહેરના જડેશ્ર્વરના ખાડામાં રપ0 જેટલા મકાનોમાં છાતી બુડ પાણી ભરાઇ જતા 1100 લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. જયારે ખાખીજાળીયા રોડ પર ચનારા વાડ પાસે 1ર મકાનો પડી ગયા હતા. જડેશ્ર્વરના ખાડામાં 1પ મકાનો ધરાશાયી થાય હતા જયારે રબારી પરિવારના આઠ મકાનો પડી જતા ભારે મુશ્કેલી ઉભી થવા પામી હતી. ભારે વરસાદને કારણે રૂડાભાઇ રબારી નામના વ્યકિતની પાડાનું મોત થયું હતું.

આશરે 300 જેટલા મકાનોમાં પાણી ધુસી જવાથી તમામ ઘરોમાં પડેલી ઘર વખરી તણાઇ ગઇ હતી. જયારે સોનલનગર અને દ્વારકાધીશ સોસાયટીની મકાનોમાં પાણી ધુસી જવાથી ઇલેકટ્રોનીક ઉપકરણો ટીવી, ફ્રીઝ, વોશીંગ મશીનોમાં મોટા પાયે નુકશાની થઇ હતી. હજુ જડેશ્ર્વરના ખાડામાં ગોઠણ ડુબ પાણી ભરાયેલા છે.