ઉપલેટાના લાઠ, ભીમોરા, મજેઠી અને કુઢેચને બીજા દિવસે ધમરોળ તો મેધો: તમામ ચેક ડેમો ઓવલ ફલો

ભાદર પટના ગામો 10 ઇંચ જેવો બે દિવસમાં વરસાદ પડતા નદી નાળા બે કાંઠે

શેહર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસ થયા કયાંક છુટો છવાયો કયા મન મુકીને મેધરાજા હેત વરસાવી રહ્યા છે. ભાદર પટ્ટી વિસ્તારમાં છેલ્લા બે દિવસ થયા મેઘો મન મુકીને તે વરસતા મોટાભાગના ચેક ડેમો ઓવર ફલો થઇ ગયા હતા.

ગઇકાલે શહેરમાં આખો દિવસ છુટા છવાયા વરસાદમાં બે ઇંચ જેવો વરસાદ વરસતા સીઝનનો કુલ વરસાદ શહેરમાં ચાર ઇંચ જેવો નોંધાયો છે. જયારે ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસ થયા છુટ છવાયા વરસાદમાં 1 થી પાંચ ઇંચ પાણી પડી ગયું છે.

જયારે તાલુકાના લાઠ, ભિમોરા, મજેઠી અને કુઢેચ જેવા ગામોમાં બીજા દિવસે મેઘો ધમરોળતા ભાદર પટ્ટીના ગામોમાં મોસમ નો કુલ વરસાદ દશ ઇંચ જેવો થવા પામ્યો છે. જયારે આ વિસ્તારના મોટાભાગના ચેકડેમો છલકાઇ ગયા છે અને નદી નાળાઓ બે કાંઠે વસી રહ્યા હતા.