Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં 29 પી.આઈ. ફાળવાયા: રાજકોટ સિટીમાં મહેન્દ્રસિંહ ઝણકાંત, ભાર્ગવકુમાર ઝણકાંત, જીજ્ઞેશ દેશાઈ અને ગ્રામ્યમાં તપન જાની અને પ્રિયંકાબેન ચૌધરીની નિમણુંક

 

અબતક,રાજકોટ

સીધી ભરતીથી પસંદગી પામેલા 98 પોલીસ ઈન્સ્પેકટરોનો 1 વર્ષનીતાલીમ પૂર્ણ થતા તમામને પોસ્ટીંગ આપવામાં આવ્યા છે. જેમાં રાજકોટ ગ્રામ્યમાં બે અને સીટીમાં ત્રણ પીઆઈને નિમણુંક આપવામાં આવી છે.વધુ વિગત મુજબ જી.પી.એસ.સી. દ્વારા વર્ષ 2017-18માં લેવાયેલી પોલીસ ઈન્સ્પેકટરમાં પસંદગી પામેલા 92 પીઆઈની 1 વર્ષની તાલીમ પૂર્ણ થતા તેઓને પોસ્ટીંગ આપવામાં આવ્યા છે.જેમાં રાજકોટ શહેરમાં મહેન્દ્રસિંહ ઝણકાંત, ભાર્ગવ કુમાર ઝણકાંત, જીજ્ઞેશ દેશાઈ, રાજકોટ ગ્રામ્યમાં તપન જાની અને પ્રિયંકાબેન ચૌધરીને નિમણુંક આપવામાં આવી છે.

આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા ખાતે ખુશબુબેન યાજ્ઞીક, અક્ષય પટેલ, પ્રેમલ ઝાને જામનગર, રિંકેશ પટેલને જૂનાગઢ, કેતન માથુકીયાને મોરબી, જયેશકુમાર કૈલાને અમરેલી, સિધ્ધાર્થસિંહ ગોહિલને ગીર સોમનાથ, યુવરાજસિંહ વાઘેલાને જામનગર, રોહિત ચૌધરીને ભાવનગર, સુરેશકુમાર ચૌધરીબોટાદ, અંકુર દેસાઈ અમરેલી ભીમશી બેરાને ભાવનગર, ચિરાગ કુગસીયા અમરેલી, નિકુંજકુમાર ચાવડા જામનગર, અરવિંદભાઈ ગોહિલ જૂનાગઢ,તેજસ્વીબેન હિરાણીને સુરેન્દ્રનગર, નયનાબેન તળવીયાને પોરબંદર, ડો. ભાવનાબેન પટેલ વડોદરા, ધર્મેન્દ્રભાઈ રાઠોડને પોરબંદર, મિતલબેન ચૌધરીને સુરેન્દ્રનગર, આનંદ ડામોર ભાવનગર, નિરવ કુમાર શાહ જુનાગઢ, નયનકુમાર વસાવા મોરબી અને ઈલાવતીબેન વલવીને સુરેન્દ્રનગર ખાતે નિમણુંક આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.