- પેંડા ગેંગના સાગરીત પર ફાયરિંગનો મામલો
- પિસ્ટલ, જીવતા કાર્ટિસ અને વર્ના કાર સહિત રૂ. 5.52 લાખનો મુદ્દામાલ કબ્જે
શહેરમાં ગત શનિવારે ગેંગવોરમાં ફાયરિંગની ઘટના સામે આવી હતી. જંગલેશ્વર ગેંગના સભ્યોએ પેંડા ગેંગના સાગરીત પરેશ ગઢવી પર વહેલી સવારે ફાયરિંગ કરતા ખળભળાટ મચી જવા પામી હતી. હુમલાખોરો રાજ્ય બહાર નાસી જાય તે પૂર્વે જ પોલીસે જંગલેશ્વર ગેંગની ત્રિપુટીને ઝડપી હથિયાર, કાર અને કાર્ટિસ કબ્જે લીધા બાદ વધુ બે શખ્સોની સંડોવણી ખુલતા પોલીસે યુપીના શખ્સને સકંજામાં લઇ લીધો છે જયારે જાડિયા નામના શખ્સની શોધખોળ શરૂ કરી છે.
સમગ્ર ઘટના પર એક નજર કરવામાં આવે તો ગત શનિવારે સવારે 5:25 વાગ્યાંના અરસામાં પુનિતનગરમાં પેંડા ગેંગના સાગરીત પરેશ રાજુભાઈ બળદા (ઉ.વ.23) પર કારમાં આવેલા જંગલેશ્વરના શખસોએ મારી નાખવાના ઇરાદે ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ગુનામાં એસઓજીના એએસઆઇ ફિરોઝભાઈ શેખ, હેડકોન્સ સિધ્ધરાજસિંહ જાડેજા તથા કોન્સ કિશોરભાઈ ઘુઘલની બાતમીના આધારે સમીર ઉર્ફે મુર્ગો યાસીનભાઈ પઠાણ (ઉ.વ.ર6 ધંધો, ભંગારનો રહે. એકતા કોલોની શેરી નં 07 જંગલેશ્વર), શાહનવાઝ ઉર્ફે નવાઝ મુસ્તાકભાઈ વેતરણ (ઉ.વ.19 ધંધો. અભ્યાસ રહેવાસી, જંગ્લેશ્વર શેરી નં. 07 ફુશેની ચોક રાજકોટ હાલ રહે, દેવપરા કોઠારીયા મેઇન રોડ ખ્વાજા એપાર્ટમેન્ટની બાજુમાં નિલમ પાર્ક સોસાયટી) તથા સોહિલ ઉર્ફે ભાણો સિકંદરભાઈ ચાનીયા (ઉ.વ.21.. મજુરી રહે. જંગ્લેશ્વર શેરી નં.ક હુસેની ચોક)ને પકડી લઈ દેશી બનાવટની પીસ્ટલ જેની કિંમત રૂ. 25 હજાર, જીવતા કારતુસ નંગ બે જેની કિંમત રૂ.200 તથા વર્ના કાર નંબર જીજે-13-સીઇ-0013 તેમજ રોકડા રૂપીયા 27,000 મળી રૂ.5,52,100નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ફાયરિંગ કરનાર ત્રણેય આરોપીઓ ગુન્હાહિત ઇતીહાસ ધરાવે છે. સમીર ઉર્ફે મુર્ગો ચોરી, મારામારી, દારૂ, જુગાર, હત્યાની કોશિશ સહિત 12 ગુનામાં સંડોવાઈ ચુક્યો છે. જ્યારે શાહનવાઝ ઉર્ફે નવાઝ રાયોટિંગના ગુનામાં અને સોહીલ ઉર્ફે ભાણો રાયોટિંગના બે ગુના, જુગાર સહિત 4 ગુનામાં સંડોવાઈ ચુકયો છે.
હવે આ મામલામાં પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર સમીર ઉર્ફે મુરઘો મોટાભાગે યુપીમાં જ રહેતો હોવાથી ત્યાંના એક શખ્સ સાથે સમીર સંપર્ક ધરાવે છે અને આ શખ્સે જ હથિયાર અપાવ્યું હતું તેવી વિગતો મળતા પોલીસે યુપીના એક શખ્સને પણ સકંજામાં લઇ લીધાનું સૂત્રો જણાવી રહ્યા છે. જયારે આ પ્રકરણમાં જંગલેશ્વર ગેંગનો જાડિયા નામનો શખ્સ પણ સંડોવાયેલો હોય તેવી હકીકત મળતા પોલીસે જાડિયાની શોધખોળ શરૂ કરી છે.
ઉત્તરાયણે થયેલા ડખ્ખાનો બદલો લેવા ખૂની ખેલ
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ગત ઉત્તરાયણને દિવસે સોહિલ ઉર્ફે ભાણાની મહિલા મિત્ર કે જે ગોકુલધામ ક્વાર્ટરમાં રહે છે તેની પરેશ ઉફ પરીયો (જેના પર ફાયરીંગ થયું તે) તથા તેના સાથીદારો મેટિયો ઝાલા અને યાસીન ઉર્ફે ભૂરાએ છેડતી કરી હતી અને વચ્ચે પડેલા સોહિલને ફ્રેકચર કરી નાખ્યું હતું. જેમાં પાછળથી એટ્રોસીટીની કલમ પણ ઉમેરાઈ હતી. આ ગુનામાં પરેશ સહિતના જેલમાં ગયા હતાં. થોડા દિવસ પછી છુટયા હતાં અને સોશિયલ મિડીયા પર બંને ગેંગ વચ્ચે વોર ચાલુ થઇ હતી. છેલ્લે નવ દિવસથી જંગલેશ્વર ગેંગ પેંડા ગેંગના પરેશ સહિતની રેકી શરૂ કરી હતી અને શનિવારે સવારે તેને ભયભીત કરવા ફાયરીંગ કરાયું હતું. આ ઘટનાને અંજામ આપી સમીર ઉફે મુર્ગો, શાહનવાઝ સોહિલ ઉર્ફે ભાણો યુપી ભાગી જવાની વેતરણમાં હતાં પરંતુ એ પહેલા ઝડપાઈ ગયા હતાં.