Abtak Media Google News

1022 ખાલી જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયામાં 11.52 લાખ ઉમેદવારોએ આપી હતી પરીક્ષા’

યુપીએસસીએ સિવિલ સર્વિસ પ્રિલિમ્સ પરીક્ષા 2022 નું પરિણામ જાહેર કરીને પસંદ કરેલા ઉમેદવારોની યાદી બહાર પાડી છે. જે વિદ્યાર્થીઓ પ્રિલિમમાં પાસ થયા છે તેઓ હવે મેઇન્સ પરીક્ષા આપશે. તમને જણાવી દઈએ કે દર વર્ષે યુપીએસસી ત્રણ તબક્કામાં સિવિલ સર્વિસ પરીક્ષાનું આયોજન કરે છે જેમાં પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યૂનો સમાવેશ થાય છે. આ વખતે 13 હજારથી વધુ ઉમેદવારોએ પ્રિલિમ પરીક્ષા પાસ કરી છે અને મેઇન્સ માટે પસંદગી પામ્યા છે.

યુપીએસસીએ બુધવારે સિવિલ સર્વિસ પ્રિલિમ્સ પરીક્ષા 2022 નું પરિણામ જાહેર કર્યું.  આ પરીક્ષામાં સિવિલ સર્વિસ મેન્સ પરીક્ષા માટે 13 હજારથી વધુ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.  કમિશન દ્વારા સિવિલ સર્વિસ પરીક્ષા દર વર્ષે ત્રણ તબક્કામાં લેવામાં આવે છે જેમાં પ્રિલિમ, મુખ્ય અને ઇન્ટરવ્યુનો સમાવેશ થાય છે.  આ દ્વારા, ભારતીય વહીવટી સેવા (આઈએએસ), ભારતીય વિદેશ સેવા (આઈએફએસ) અને ભારતીય પોલીસ સેવા (આઈપીએસ) અને અન્ય માટે અધિકારીઓની પસંદગી કરવામાં આવે છે. સિવિલ સર્વિસીસ (પ્રારંભિક) પરીક્ષા 5 મી જૂન 2022ના રોજ લેવામાં આવી હતી.  રિપોર્ટ અનુસાર,

આ પરીક્ષા માટે 11.52 લાખ ઉમેદવારોએ અરજી કરી હતી અને તેમાં 13,090 ઉમેદવારો પાસ થયા હતા. યુપીએસસીએ તેની વેબસાઇટ ૂૂૂ.ીાતભ.લજ્ઞદ.શક્ષ પર રોલ નંબર સાથે સફળ ઉમેદવારોની યાદી બહાર પાડી છે. અધિકારીના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં

861 ખાલી જગ્યાઓ સિવિલ સર્વિસ પરીક્ષા 2022 દ્વારા ભરવાની હતી જે હવે વધારીને 1022 કરવામાં આવી છે.  કમિશનના નિવેદન મુજબ, પરીક્ષાના નિયમો અનુસાર, આ તમામ ઉમેદવારોએ સિવિલ સર્વિસીસ મેન્સ પરીક્ષા, 2022 માટે વિગતવાર અરજી ફોર્મ-1 માં ફરીથી અરજી કરવાની રહેશે. ફોર્મ-1 ભરવા અને સબમિટ કરવા માટેની તારીખો અને આ અંગેની મહત્વપૂર્ણ સૂચનાઓ યોગ્ય સમયે કમિશનની વેબસાઇટ દ્વારા જાહેર કરવામાં આવશે.  વધુમાં જણાવવામાં આવે છે કે ઉમેદવારોને એ પણ જાણ કરવામાં આવે છે કે સિવિલ સર્વિસીસ (પ્રારંભિક) પરીક્ષા, 2022 ના માર્કસ, કટઓફ માર્કસ અને આન્સર કી, સિવિલ સર્વિસ પરીક્ષા, 2022 ની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.