Abtak Media Google News

એરપોર્ટ સલાહકાર સમિતિની બેઠકમાં રાજકોટ ચેમ્બર પ્રમુખ વૈષ્ણવની વિમાની સેવા અંગે વિવિધ રજૂઆત

રાજકોટથી મુંબઈ, દિલ્હી તથા બેંગ્લોરની ઈન્ડીગો એરલાઈન્સની ફલાઈટ વહેલી તકે શરૂ કરવા એરપોર્ટ સલાહકાર સમિતિની બેઠકમાં સભ્ય રાજકોટ ચેમ્બર પ્રમુખ વી.પી. વૈષ્ણવે રજૂઆત કરી હતી.રાજકોટ એરપોર્ટ સલાહકાર સમતિના કરાયેલ ગઠનમાં રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવની નિમણુંક કરવામાં આવી હતી પ્રથમ બેઠક તાજેતરમાં સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા તથા નવ નિયુકત એરપોર્ટ ડાયરેકટર દિગંત બોરાની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. જેમાં રાજકોટ ચેમ્બરનાં પ્રમુખ વી.પી. વૈષ્ણવે ઉપસ્થિત રહી એરલાઈન્સને લગતા વિવિધ મુદાસર પ્રશ્ર્નોની રજૂઆત કરી હતી.રાજકોટ ખજખઊનું હબ હોય તથા તમામ ઔદ્યોગિક, વાણિજિયક, ખેત વિષયક તથા સેવા પ્રદાન ક્ષેત્રે અગ્રેસરની ભૂમિકા ભજવે છે. રાજકોટ-સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને પાર્સલ વાયા અમદાવાદથી મોકલવું પડે છે જેથી ડાયરેકટ રાજકોટથી જ પાર્સલ મોકલી શકાય તેમાટે તાત્કાલીક એરકાર્ગો સર્વીસ પણ શરૂ કરવી રાજકોટ એરપોર્ટના રન વેની લંબાઈ વધી ગઈ છે. અને રાત્રી પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ થઈ ગઈ છે. ત્યારે રાજકોટ-મુંબઈ, રાજકોટ-દિલ્હી તથા રાજકોટ-બેંગ્લોર માટે ઈન્ડીગો એરલાઈન્સની ડેઈલીરા ફલાઈટ વહેલી તકે શરૂ કરવા ભારપૂર્વક રજૂઆત કરવામાં આવીહતી.રાજકોટ-સૌરાષ્ટ્રના લોકો આસ્થાના પ્રતિક સમાન નાથદ્વારા ધામે અવાર નવાર જતા હોવાથી રાજકોટ-દિલ્હી વાયા ઉદયપૂર તથા રાજકોટ-બેંગ્લોર વયા મુંબઈ માટે પણ ડેઈલી ફલાઈટ શરૂ કરવા પણ રજૂઆત કરી હતી. રાજકોટ-સૌરાષ્ટ્રના મુસાફરોને આવનારા સમયમાં વધુ સારી એરલાઈન્સ સુવિધા મળી રહે તેવા પ્રયાસ કરવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા મીટીંગમાં રજૂઆત કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.