Abtak Media Google News

સત્વરે બંને કાર્ડને આયુષ્યમાન કાર્ડમાં ક્ધવર્ટ કરવાની તાકીદ

સરકાર દ્રારા અગાઉ મુખ્યમંત્રી અમૃતમ મા યોજના અને મા વાત્સલ્ય યોજના શરૂ કરવામાં આવેલી હતી. આ તમામ યોજનાનું આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં સરકાર દ્રારા સમાવેશ કરવામાં આવેલ છે. જેથી અગાઉ જે પરિવારો મુખ્યમંત્રી અમૃતમ મા યોજના અને મા વાત્સલ્ય યોજનાના કાર્ડ યોજનામાં સમાવિષ્ટ છે તે તમામ કાર્ડ ધારકોએ ફેમીલીકાર્ડને આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ક્ધવર્ટ કરાવવાના રહે છે.

મુખ્યમંત્રી અમૃતમ મા યોજના અને મા વાત્સલ્ય યોજનાના આવા કાર્ડ ધારકોએ તા.31/3 પછી મુખ્યમંત્રી અમૃતમ મા યોજના અને મા વાત્સલ્ય યોજનાના કાર્ડ ઉપયોગમાં લઇ શકાશે નહિ.તમામ પરિવારોને કાર્ડ ક્ધવર્ટ કરાવવા આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં પરિવારના રેશનકાર્ડમાં નામ ધરાવતા તમામ સભ્યોને વ્યક્તિગત કાર્ડ આપવામાં આવે છે તો આ મુજબ મોરબી જિલ્લામાં મુખ્યમંત્રી અમૃતમ મા યોજના અને મા વાત્સલ્ય યોજનાના કાર્ડ ધરાવતા પરિવારોએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામા ક્ધવર્ટ કરાવી પરિવારના તમામ સભ્યોના વ્યક્તિગત કાર્ડ કરાવવાના રહેશે.

આ કાર્યવાહી માટે પરિવારે પોતાનું જુનું મુખ્યમંત્રી અમૃતમ મા યોજના કે મા વાત્સલ્ય યોજનાનું કાર્ડ, તેમજ રેશનકાર્ડ, રેશનકાર્ડમાં નામ મુજબના તમામ સભ્યોના આધારકાર્ડ, આવકનો દાખલો (પરિવારની વાર્ષિક આવક  4 (ચાર) લાખ કરતા ઓછી હોવી જોઈએ તેમજ સીનીયર સિટીઝન માટે વાર્ષિક 6 (છ) લાખથી ઓછી આવક હોવી જોઈએ) વગેરે જરૂરી સાધનિક આધારો સાથે સરકાર માન્ય પ્રાઇવેટ એમ્પેનલ હોસ્પિટલ્સ સહિતના કેન્દ્રો ખાતે ક્ધવર્ટ કરાવવાની કાર્યવાહી કરવાની રહે છે.  આયુષ્માન ભારત -પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં યોગ્યતા ધરાવતા અન્ય પરિવારોએ પણ સમયસર નવા કાર્ડ કઢાવી લેવા  તમામ લોકોને અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.