Abtak Media Google News

સરકારે સ્ટેશનોના રિડેવલપમેન્ટની યોજના હાથ ધરી : પ્રાઇવેટ કંપનીઓને સોપાશે કામ

નજીકના ભવિષ્યમાં હવે રેલવે સ્ટેશનના વપરાશ માટે યુઝર્સ ચાર્જીસ લેવામાં આવશે. દેશનાં 120 મોટાં રેલવે સ્ટેશનોના રિડેવલપમેન્ટ પ્લાનના ભાગ રૂપે યુઝર્સ ચાર્જીસ વસૂલ કરાશે. આ રિડેવલપમેન્ટ પ્રાઇવેટ કંપનીઓ કરશે. એક  રિપોર્ટ મુજબ આગામી બે સપ્તાહમાં કેન્દ્રીય કેબિનેટ આ અંગે નિર્ણય લેશે. પ્રાઇવેટ ઇન્વેસ્ટર્સને આકર્ષવા સ્ટેશનોનું રિડેવલપમેન્ટ કરાશે.

આ નિર્ણય જો કે રેલવે મંત્ર્યાલય લેશે. સરેરાશ દસથી પંદર રૂપિયા યુઝર્સ ચાર્જીસ હશે. જુદા જુદા ક્લાસના ઉતારુઓ માટે જુદા જુદા ચાર્જ રહેશે. સૌથી વધુ ચાર્જ ફર્સ્ટ ક્લાસના પેસેંજર માટે રહેશે. શરૂઆતમાં સો સવાસો સ્ટેશન પર રિડેલપમેન્ટ કરાશે. યુઝર્સ ચાર્જીસ સીધા પ્રાઇવેટ કંપનીને મળશે એટલે એ તેમની કાયમી આવકનો હિસ્સો બની રહેશે. વિશ્વસનીય સૂત્રે આપેલી માહિતી મુજબ દિલ્હી, મુંબઇ સેન્ટ્રલ, છત્રપતિ શિવાજી ટર્મિનસ (બોરીબંદર) નાગપુર, તિરુપતિ, ચંડીગઢ અને ગ્વાલિયર જેવાં મોટાં સ્ટેશનોનો સમાવેશ થાય છે.

મુંબઇ અને દિલ્હી માટેની બીડીંગ તારીખો જાહેર થઇ ચૂકી હતી. એ તારીખ સુધીમાં પ્રાઇવેટ કંપનીએા બીડીંગ કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.