Abtak Media Google News

WhatsAppએ પોતાા યૂઝર્સને મોટી રાહત આપતા કહ્યું છે કે, નવી પ્રાઈવસી પોલીસી સ્વીકાર કરવાનો સમય સીમાને ખતમ કરી દીધી છે. કંપની તરફથી જણાવવામાં આવ્યું છે કે, જો કોઈ પ્રાઈવસી પોલીસીને સ્વીકાર નહીં કરે, તો પણ તેનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવશે નહીં. પરંતુ એનો અર્થ એ નથી કે તમે આ નિયમોને એક્સેપ્ટ કરવાથી બચી શકો છો.

પ્રાઈવસી પોલીસી એક્સેપ્ટ કરવાનું રિમાઈન્ડર આવતુ રહેશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર,ફેસબુકની માલિકીની કંપની હવે યૂઝર્સના એકાઉન્ટની ફેસિલિટી અથવા ફીચર્સને મર્યાદિત કરશે કે જેઓ પ્રાઈવેસી પોલીસીને સ્વીકારશે નહીં. તેથી WhatsApp નવી પ્રાઈવસી પોલીસી વિશે રિમાઇન્ડર્સ મોકલવાનું ચાલુ રાખશે.

પોલીસી એક્સેપ્ટ ન કરવા પર આ સર્વિસ યૂઝ નહી કરી શકો

WhatsAppના એક પ્રવક્તાએ એન્ડ્રોઇડ સેન્ટ્રલને કહ્યું કે જે યુઝર્સે નવી પોલિસી સ્વીકારી નથી. તેઓ WhatsApp સંબંધિત ઘણી સેવાઓનો ઉપયોગ કરી શકશે નહીં. એટલે કે, કંપની તેમને Limited Functionality Modeમા મૂકશે. આ WhatsApp યૂઝર્સ તેમની ચેટ લિસ્ટને એક્સેસ કરી શકશે નહીં. પરંતુ તેઓ વોઇસ અને વિડિયો કોલ્સનો જવાબ આપી શકશે. WhatsApp આ યૂઝર્સને મિસ્ડ વોઇસ અથવા વિડિઓ કોલ પરત કરવાની મંજૂરી આપશે. નોટિફિકેશન પણ આવતી રહેશે અને યૂઝસ મેલેજને પણ વાંચી શકશે અને સાથે તેમને જવાબ આપી શકશે. પરંતુ આ ફક્ત થોડા અઠવાડિયા માટે જ ચાલુ રહેશે.

આ સર્વિસ પર લગાવવામાં આવશે રોક

WhatsApp પોલીસી એક્સેપ્ટ ન કરનારાઓના બધા કોલ અને મેસેજ પ્રાપ્ત કરવાનું બંધ થઈ જશે. આનો અર્થ એ કે યૂઝર્સની નવી પોલીસી સ્વીકારવી પડશે નહીં તો તેઓ તેમનું એકાઉન્ટ ગુમાવશે. આનાથી એવું લાગે છે કે WhatsApp હજી પણ વપરાશકર્તાઓને નવી પોલીસી નીતિને સ્વીકારવા માટે વધુ સમય આપવા માંગે છે. WhatsAppના યૂઝ્સને સમય આપવા માટે આ અંતિમ તારીખ 8 ફેબ્રુઆરીથી 15 મે સુધી લંબાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.