- વ્યાજખોરના ત્રાસથી પગલું ભર્યાનો પરિજનનો આક્ષેપ
- સુરતમાં 50,000ની સામે રોજનું રૂ.200 વ્યાજ નહીં ભરી શકતા રિક્ષાચાલક યુવકનો આપ*ઘાત
સુરત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ત્યારે થોડા દિવસો શાંત રહેલા વ્યાજખોરો ફરી પોતાનો આતંક દેખાડવા લાગ્યા છે. સલાબતપુરા વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને એક યુવકે આપઘાત કરી લીધો હતો. પરિવાર દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યાં છે કે, વ્યાજખોરો રૂપિયાની પઠાણી ઉઘરાણી કરીને ધમકી આપતા હતાં.
હોસ્પિટલમાં ધમકી અપાતી હતી
મૃતકના સંબંધી રિઝવાન શેખએ કહ્યું કે, મારા ભાઈએ વ્યાજે રૂપિયા લીધા હતાં. ઈરફાન મસ્તાન શેખ મારા ભાઈનું નામ હતું. રિક્ષા ચલાવતો હતો. 15 દિવસ રૂપિયા ન આપતાં તેને હેરાન પરેશાન કરવામાં આવતો હતો. 15 તારીખે ઝેરી દવા પી લીધી હતી. બાદમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં પણ વ્યાજખોરો આવીને સાજો થઈ જા પછી રૂપિયા આપવાની માગ કરવામાં આવી હતી.
આકરા પગલાં લેવાની માગ
વસીમ નામનો વ્યાજખોર હોવાનું સામે આવ્યું છે. તેનો મોબાઈલ નંબર મળી આવ્યો છે. હાલ પરિવારજનોની માંગ છે કે, આ પ્રકારના વ્યાજખોરો પર આકરામાં આકરી સજા થવી જોઈએ. જેના કારણે કોઈ નિર્દોષે જીવ ગુમાવવો ન પડે. હાલ અમે પોલીસ ફરિયાદ કરીને જ્યાં પણ સહકારની જરૂર પડે તે આપીશું. અમે અમારો ભાઈ ગુમાવ્યો છે. પરંતુ વ્યાજખોરો સામે આકરા પગલાં લેવામાં આવે તેવી અમારી માગ છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય