Abtak Media Google News

રાજકોટની એઈમ્સ-પીડીયુ, અમદાવાદની બીજે એમ તેમજ આઈઆઈટી, નિરમા સહિત અનેક ખ્યાતનામ કોલેજોમાં ઉત્કર્ષ સ્કુલના વિદ્યાર્થીઓ પ્રવેશ સુનિશ્ર્ચિત કરતા આવ્યા છે

ધો . 12 સાયન્સના પરિણામમાં ઉત્કર્ષ સ્કૂલ ઓફ એકસલન્સના વિદ્યાર્થીઓએ હરવખતની જેમ સફળતાની હારમાળા સર્જેલ છે અને ઉત્કૃષ્ટ પરિણામની ઉત્કર્ષની સફળતાની પરંપરા જાળવી રાખેલ છે. શાળાના વિદ્યાર્થી થોભાણી જીશાને ફીઝીકસ વિષયમાં 95 , કેમેસ્ટ્રીમાં 93 અને મેથ્સમાં 93 માર્કસ મેળવી કલ 300 માંથી 281 માર્કસ સાથે 93.67% અને 99.92 પીઆર સાથે એ.1 ગ્રેડ મેળવી સમગ્ર બોર્ડમાં આઠમું સ્થાન અને રાજકોટના અંગ્રેજી માધ્યમના છે .

Vlcsnap 2022 05 13 13H29M22S019

ગ્રેડ ધરાવતા માત્ર પાંચ વિધાર્થીઓમાં પોતાનું સ્થાન મેળવેલ છે . આ સાથે ગુજકેટમાં પણ 120 માંથી 109 માર્કસ મેળવી ભારતની નામાંકિત યુનિવર્સિટી અને ગુજરાત રાજયની પ્રથમ ક્રમાંકિત કોલેજ ધીરૂભાઈ અંબાણીમાં પ્રવેશ મેળવવા પોતાની દાવેદારી મજબૂત કરેલ છે. આ ઉપરાંત શાળાના અન્ય વિદ્યાર્થી સિદ્ધપરા મલયે ફિઝિકસમાં 100 માંથી 95 , કેમેસ્ટ્રીમાં 100 માંથી 97 અને મેથ્સમાં 100 માંથી 97 માર્કસ મેળવી 300 માંથી 289 માર્કસ સાથે 96.33 % અને 99.89 પીઆર  સાથે બોર્ડમાં 11 મોક્રમ તથા ગુજકેટમાં 120 માંથી 112 માર્કસ મેળવી તેણે પણ ધીરૂભાઈ અંબાણી કોલેજમાં પોતાનો પ્રવેશ નિશ્ચિત કરાવેલ છે .

આ ઉપરાંત શાળાના અન્ય વિદ્યાર્થી બોસમીયા હર્ષે 300 માંથી 285 માર્કસ , 95 % અને 99.64 છે . તેમજ ગુજકેટમાં 112.5 માર્કસ , શિંગાળા કેવીને 300 માંથી 282 માર્કસ , 94 % અને 99.44 સાથે પીઆર ગુજકેટમાં 106.75 માર્કસ , રૂપાપરા પ્રીતે 300 માંથી 277 માર્કસ , 92.33 % અને 98.85 પીઆર સાથે ગુજકેટમાં 97.5 માર્કસ , ધોળકયા આર્ચીએ 300 માંથી 275 માર્કસ , 91.67 % અને 99.56 પી આર સાથે ગુજકેટમાં 99 માર્કસ , મકવાણા ફેનિલે 300 માંથી 275 માર્કસ , 91.67%  અને  98.56 પીઆર સાથે ગુજકેટમાં 99.75 માર્કસ , મકવાણા ખુશીએ 300 માંથી 274 માર્કસ , 91.33 %  અને 98.40 પીઆર   સાથે ગુજકેટમાં 100 માર્કસ,  નસીત ક્રિશાલે 300 માંથી 273 માર્કસ , 91 % અને 99.06 ગુજકેટમાં 96.25 માર્કસ , બુદ્ધદેવ કુંજએ 300 માંથી 271 માર્કસ , 90.33 % અને 97.91 પીઆર  સાથે ગુજકેટમાં 98.75 માર્કસ , ડાભી કૃપાબાએ 300 માંથી 270 માર્કસ , 90 % અને 98.17 પીઆર સાથે ગુજકેટમાં 103.75 માર્કસ , કક્કડ માનવે 300 માંથી 267 માર્કસ , 89 % અને 97.07 પીઆર સાથે ગુજકેટમાં 100 માર્કસ , ગાંધી જેનીશે 300 માંથી 266 માર્કસ , 88.67 % અને 96.83 પીઆર સાથે ગુજકેટમાં 85 માર્કસ , રાજ્યગુરૂ હેત્વર્યએ 300 માંથી 266 માર્કસ , 88.67 % અને 99.12 પીઆર સાથે ગુજકેટમાં 105 માર્કસ , સોની નિસર્ગે 300 માંથી 265 માર્કસ , 88.33 % અને 98.52 પીઆર સાથે ગુજકેટમાં 99.25 માર્કસ તેમજ રામાણી સૌમ્યએ 300 માંથી 265 માર્કસ , 88.33 % અને 96.60 પીઆર સાથે ગુજકેટમાં 101.5 માર્કસ મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે.

ગત વર્ષે જાહેર કરવામાં આવેલ જેઈઈ  અને નીટના પરિણામોમાં પણ શાળાના મેથ્સ અને બાયોલોજી ગ્રૂપના કુલ 49 વિદ્યાર્થીઓએ ઝળહળતો દેખાવ કરેલો અને શાળાના 15 વિદ્યાર્થીઓ જેઈઈ એડવાન્સ માટે   કવોલિફાય થઈ સમગ્ર રાજકોટ અને ગુજરાતમાં ઉત્કર્ષ સ્કૂલનું ગૌરવ વધારેલ છે . આવા પરિણામોની હારમાળા જ ઉત્કર્ષ સ્કૂલને અંગ્રેજી માધ્યમની સમગ્ર રાજકોટ કે સૌરાષ્ટ્ર – કચ્છ નહી પરંતુ સમગ્ર ગુજરાતની પ્રથમ હરોળ ની સ્કૂલ તરીકે પ્રસ્થાપિત કરે છે .

સમગ્ર સૌરાષ્ટ્ર ક્ષેત્રે શિક્ષણ હબ તરીકે પ્રસ્થાપિત થયેલ રાજકોટ શહેર મધ્યે સતત ઘણા વર્ષોથી પોતાના ઉત્કૃષ્ઠ પરિણામોની હારમાળા થકી ઉત્કર્ષ સ્કૂલ ઓફ એકસલન્સે સાયન્સ શિક્ષણ ક્ષેત્રે પોતાનું સ્થાન વિશેષ રીતે સુનિશ્ચિત કરેલ છે . સઘન શિક્ષણ અને પરિણામજનક શૈક્ષણિક માર્ગદર્શન ઉપલબ્ધ કરાવતી શાળા તરીકે સમગ્ર શહેર ખાતે ખ્યાતી પ્રાપ્ત ઉત્કર્ષ સ્કૂલે શહેરના શિક્ષણક્ષેત્રે દરેક વર્ષે ઉર્ધ્વ શૈક્ષણિક પ્રગતિની હરણફાળ ભરેલ છે . તેમજ ગુજરાત રાજ્ય સ્તરે આ શૈક્ષણિક સિધ્ધીઓ બદલ પ્રતિષ્ઠાજનક સ્થાન પ્રાપ્ત કરેલ છે . જેના પરિણામે આસપાસના વિસ્તારો તેમજ અમદાવાદ , વડોદરા અને સૂરત જેવા મહાનગરોમાંથી આવતા વિદ્યાર્થીઓ પણ ગુજરાત રાજ્ય સ્તરે ઉત્કર્ષ સ્કૂલને પોતાની શૈક્ષણિક કારકિર્દીને વિશિષ્ઠ સ્તરે લઈ જનારી સ્કૂલ તરીકે પ્રથમ પસંદ કરે છે .

ઉત્કર્ષ સ્કૂલના વિષય નિષ્ણાંત ફેકલ્ટીઓ ડોકટરેટ અને એમટેક લેવલ ધરાવે છે જેઓ આશરે 25 વર્ષથી પણ વધારે પોતાના વિષયોના શિક્ષણકાર્યનો બહોળો અનુભવ ધરાવે છે . ઉત્કર્ષ સ્કૂલ પ્રત્યે વિધાર્થીઓ અને વાલીઓ દ્વારા રાખવામાં આવતા વિશ્વાસને જાળવી રાખવા સુદઢ શૈક્ષણિક આયોજન થકી ગુજરાત બોર્ડ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે નીટ અને જેઈઈ ે માટેનું શ્રેષ્ઠ અને પરિણામજનક શિક્ષણ આપવા માટે પ્રતિબધ્ધ છે.  આજના આ શાનદાર પરિણામ મેળવવા બદલ શાળાના બધાજ વિદ્યાર્થીઓને સંસ્થાના સમગ્ર ટ્રસ્ટીગણ તેમજ શિક્ષકગણે ખુબ ખુબ અભિનંદન પાઠવવા સાથે ભવિષ્યની ઉચ્ચ અને સફળ વ્યવસાયિક કારકિર્દી માટે હાદિર્ક શભેચ્છાઓ પાઠવેલ છે.

કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં કારકીર્દી બનાવશે હર્ષ બોસમિયા: 12 સાયન્સમાં 95 ટકા

Bosamiya Harsh

ધોરણ 12 સાયન્સના પરિણામમાં ઉત્કર્ષ સ્કૂલના હર્ષ બોમિયાએ 300 માંથી 285 માર્કસ , 95 % અને 99.64 પીઆર તેમજ ગુજકેટમાં 112.5 માર્કસ સાથે બોર્ડમાં સોનેરી સફળતા મેળવી ઉત્કર્ષ સ્કૂલ તથા સમગ્ર બોસમિયા પરિવારનું ગૌરવ વધારેલ છે. હર્ષનું સ્વપ્ન દેશની નામાંકિત આઈઆઈટીમાંથી કમ્પ્યૂટર એન્જિનિયરિંગમાં પોતાની કારકિર્દી બનાવવાનું છે . આ સફળતા બદલ તેઓ શાળાના વિષય નિષ્ણાંત શિક્ષકો દ્વારા આપવામાં આવતું સતત માર્ગદર્શન તેમજ પોતાના પરિવારના આશિર્વાદને અત્યંત મહત્વના પરિબળ તરીકે દર્શાવેલ છે . હર્ષ સિંગલ પેરેન્ટનું બાળક હોય તેનો શૈક્ષણિક ઉછેર તેના માસીએ કરેલ અને હર્ષની ઝળહળતી કારકિર્દીમાં હર્ષના માસીનું યોગદાન પણ નજરઅંદાજ ન કરી શકાય તે સ્વાભાવિક છે .

ગુજકેટમાં 106.75 માર્કસ મેળવી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરતા કેવિન શિંગાળા

Shingala Kevin

ધોરણ 12 સાયન્સના પરિણામમાં ઉત્કર્ષ સ્કૂલના વિદ્યાર્થી અને રાજેશભાઈ શિંગાળાના  પુત્ર કેવિન શિંગાળાએ 300 માંથી 282 માર્કસ , 94 % અને 99.44 પીઆર સાથે ગુજકેટમાં 106.75 માર્કસ મેળવી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરેલ છે .

પોતાની આ સફળતા માટે કેવીને શાળાના સમગ્ર શિક્ષકગણ દ્વારા આપવામાં આવેલ સતત માર્ગદર્શન અને પરિવારની હૂંફને મુખ્ય પરિબળ ગણાવેલ છે.

 

 

GUJCETમાં 109 માર્કસ મેળવી સફળતાનું શીખર સર કરતો ઉત્કર્ષ સ્કૂલનો વિદ્યાર્થી જીશાન થોભાણી

Thobhani Jishan

ગઈકાલે પ્રસિધ્ધ થયેલ ધોરણ 12 સાયન્સના પરિણામમાં શાળાના વિદ્યાર્થી થોભાણી જીશાને ફીઝીકસ વિષયમાં 95 , કેમેસ્ટ્રીમાં 93 અને મેથ્સમાં 93 માર્કસ મેળવી કુલ 300 માંથી 281 માર્કસ સાથે 93.67 % અને 99.92 પીઆર સાથે એ1 ગ્રેડ મેળવી સમગ્ર બોર્ડમાં આઠમૂં સ્થાન અને રાજકોટના અંગ્રેજી માધ્યમના એ1 ગ્રેડ ધરાવતા માત્ર પાંચ વિદ્યાર્થીઓમાં પોતાનું  સ્થાન મેળવેલ છે.

આ સાતે ગુજકેટમાં પણ 120માંથી 109 માર્કસ મેળવી ભારતની  નામાંકિત યુનિવર્સિટી અને ગુજરાત રાજયની પ્રથમ ક્રમાંકિત કોલેજ ધીરૂભાઈ અંબાણીમાં પ્રવેશ મેળવવા પોતાની દાવેદારી મજબૂત કરી ઉત્કર્ષ સ્કૂલ તથા થોભાણી પરિવારનું ગૌરવ વધારેલ છે. જીશાન તેમજ થોભાણી પરિવારે જીશાનની આ ઝળહળતી સફળતા અને શૈક્ષણિક સિધ્ધી બદલ ઉત્કર્ષ સ્કૂલના વિષય નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત પૂરુ પાડવામાં આવેલ સઘન અને તલસ્પર્શી માર્ગદર્શન તેમજ શાળા દ્વારા લેવામાં આવેલ નાના – નાના મુદ્દાઓની કાળજી , સ્કૂલ દ્વારા આયોજીત કરવામાં આવતી નિયમિત વિષયલક્ષી પરિક્ષાઓનાં આયોજન અને સમયસર કોર્ષ કમ્પ્લીશનને શ્રેય આપ્યો હતો . પેન્ડમીકના સમયમાં પણ આયોજનબદ્ધ ઓનલાઈન લેક્ચર્સ દ્વારા સતત લેવામાં આવતું ફોલોઅપ આ પરિણામનું મુખ્ય કારણ છે તેવું જીશાનનું માનવું છે . જીશાન પર પોતાના આ ઝળહળતા દેખાવ માટે અભિનંદનની સતત વર્ષા થઈ રહી છે.

ધો.12 સાયન્સમાં  99.89 પીઆર મેળવી ઈજનેરીમાં કારકીર્દી  ઘડશે: મલય સીદપરા

Sidapara Malay

ધો. 12 સાયન્સના પરિણામમાં શહેરના જાણીતા બિઝનેસમેન રસિકભાઈ સીદપરાના પુત્ર મલયે ફિઝિકસમાં 100 માંથી 95 , કેમેસ્ટ્રીમાં 100 માંથી 97 અને મેથ્સમાં 100 માંથી 97 માર્કસ મેળવી 300 માંથી 289 માર્કસ સાથે 96.33 % અને 99.89 પીઆર સાથે બોર્ડમાં 11 મો ક્રમ તથા ગુજકેટમાં 120 માંથી 112 માર્કસ મેળવી તેણે પણ ધીરૂભાઈ અંબાણી કોલેજમાં પોતાનો પ્રવેશ નિશ્ચિત કરાવેલ છે અને ઉત્કર્ષ સ્કૂલ તથા પરિવારનું ગૌરવ વધારેલ છે. મલયનું સ્વપ્ન સોફ્ટવેર એન્જીનિયરીંગમાં પોતાની કારકિર્દી બનાવવાનું છે .

મલયના માતા – પિતા દઢ પણે માને છે કે મલયની આ સિધ્ધી પાછળ સ્કૂલનો ફાળો ઘણો અગત્યનો છે . તેઓના જણાવ્યા પ્રમાણે ઉત્કર્ષ સ્કૂલ ઓફ એકસલન્સનું પદ્ધતિસરનું શિક્ષણ , નિયમીત ફોલોઅપ વર્ક તથા અદ્ભૂત પરીક્ષા આયોજનને આ ઝળહળતા રીઝલ્ટ માટે પાયાની બાબત જણાવેલ છે . આવા ઝળહળતા રીઝલ્ટ માટે મલય પર સતત અભિનંદનની વર્ષા થઈ રહી છે.

99.56 પીઆર સાથે ઉત્કર્ષ સ્કુલનું ગૌરવ વધારતી ધોળકીયા આર્ચી

Dholakiya Archi

ધોરણ 12 સાયન્સના પરિણામમાં ઉત્કર્ષ સ્કૂલના વિદ્યાર્થીની ધોળકિયા આર્ચીએ 300 માંથી 275 માર્કસ , 91.67 % અને 99.56પીઆર સાથે ગુજકેટમાં 99 માર્કસ મેળવી ઉચ્ચ શૈક્ષણિક સિધ્ધી હાંસલ કરી ઉત્કર્ષ સ્કૂલ તથા ધોળકિયા પરિવારનું ગૌરવ વધારેલ છે . આચીનં સ્વપ્ન નાનપણથી જ સારામાં સારી કોલેજમાં કમ્પ્યૂટર ક્ષેત્રની ડિગ્રી લઈ અને એન્જિનિયર બનવાનું હતું . આથી આર્ચીએ ધો . 11 સાયન્સથી જ ઉત્કર્ષ સ્કૂલમાં પ્રવેશ મેળવી લીધેલ હતો અને ઉત્કર્ષ સ્કૂલના શિક્ષકો તથા સંચાલકોના માર્ગદર્શનને કારણે જ આજે પોતાનું સ્વપ્ન સાકાર થવા જઈ રહયું છે તેમ આર્ચી જણાવે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.