Abtak Media Google News

રાજયમાં આગામી 31મી જૂલાઈ સુધીમાં વેપારીઓ માટે વેકિસનનો  એક ડોઝ  લેવાનું  ફરજીયાત કરવામાં આવ્યું છે. ત્યારે વેપારીઓને કોરોના સામે સુરક્ષીત કરવા માટે આગામી રવિવારે  ગુજરાતભરમાં 1800 જેટલા કેન્દ્રો પર ખાસ વેકિસનેશન કેમ્પ યોજાશે.

કોરોના સામે વેપારીઓ-સેવાકિય સંસ્થાઓના કર્મચારીઓને સુરક્ષિત કરવા  રાજ્ય સરકારનું ખાસ આયોજન છે. રાજયમા આગામી  રવિવારે વેપારીઓ-સેવાકિય સંસ્થાઓના કર્મચારીઓ ને 1800 જેટલા કેન્દ્રો પર વેક્સિન અપાશે.

કોરોના સામેની લડાઈમાં રક્ષિત થવા માટે વેકિસન જ અમોધ શસ્ત્ર પુરવાર થયું છે. રાજયમાં નાના મોટા વેપારી વર્ગો સેવાકીય સંસ્થાના કર્મચારીઓ ને આ રસીકરણ છત્ર માં આવરી લઈ આરોગ્ય સુરક્ષા કવચ આપવા આગામી 25 જુલાઈ એ રાજયભરમાં 1800 જેટલા કેન્દ્રો પર ખાસ વેકિસનેશન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે.

કોરોના સંક્રમણ સ્થિતિની સમીક્ષા અંગે નિયમિત મળતી કોર કમિટીની બેઠકમાં આ વેક્સીનેશન કેમ્પના આયોજન ને મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના માર્ગદર્શનમાં આખરી ઓપ આપવામાં આવ્યો છે.

રાજયમાં વેપારી-હોટલ-સેવાકિય ક્ષેત્રના કર્મચારીઓને ગૃહ વિભાગના જાહેરનામા અનુસાર તા.31જુલાઈ સુધીમાં વેક્સીન લઇ લેવાની જરૂરીયાતને ધ્યાને લઇને વેપારી વર્ગ અને સેવાકિય વર્ગના કર્મચારીઓને તા.31 સુધીમાં રસીકરણ થઇ જાય તે હેતુસર તા.25, રવિવારના રોજ સ્પેશ્યલ વેક્સીનેશન કેમ્પનું 1800 સેન્ટર ઉપર આયોજન કરવામાં આવ્યું છે. રવિવાર તા.25 જૂલાઈ એ યોજાનારા આ વેક્સીનેશન કેમ્પ નો  મહત્તમ  લાભ  નાના મોટા વેપારી વર્ગો, સેવાકીય  વર્ગના કર્મચારીઓ લે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.