Abtak Media Google News

પરિવારમાં નવજાત શિશુનાં જન્મ થતાં જ માતા પિતાની જવાબદારીમાં વધારો થઇ જાય છે.જો બાળકના સ્વાસ્થ્યની વાત કરીએ તો તેના ખાન પાનથી લઈને રસીકરણ જેવી બાબતનું પણ ખૂબ જ ધ્યાન રાખવું પડે છે . જો તેની તકેદારી રાખવામાં ન આવે તો ભવિષ્યમાં બાળકને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો જાણીએ બાળકને ક્યાં સમયે કઈ રસી અપાવવી જોઈએ :

બાળકની મોટાભાગની રસી જન્મથી લઈને 6 વર્ષ સુધીમાં પૂર્ણ થઈ જાય છે. બધી જ રસી જુદા જુદા સમયગાળા વચ્ચે આપવામાં આવે છ. માતાપિતાને તેમના બાળકની રસીકરણ પર નજર રાખવા માટે, રસીકરણ કાર્ડ હોવું આવશ્યક છે. રસીકરણ કાર્ડમાં બાળકને ક્યાં સમયે રસી આપવામાં આવી છે તેની તારીખ અને ડોઝ વિશેની માહિતીને નોંધવામાં આવે છે.

બાળકને કઈ રસી ક્યાં સમયે આપવી જોઈએ ?

જન્મ સમયે :
> બિસીજી
> હેપેટાઇટિસ બી
> ઓપિવી ( ઓરલ પોલિયો વેક્સિન )
>ડિટીપી, હીબ, હેપ – બી, આઇપીવી
>પિવિસી
>રોટા વાઈરસ

6 અઠવાડિયાથી 6 મહિના સુધી :
> ઈનફ્લુએન્ઝા
> એમએમઆર
> ટાઈફોઈડ
> મેનિંગોકોકસલ

1 – 2 વર્ષ વચ્ચે :
> હેપેટાઇસિસ – એ
> ચિકન પોકસ, ડિટીપી,હિબ,આઇપીવી
> ન્યુમોકોકલ
>એમએમઆર

2 -6 વર્ષની વચ્ચે :
> મેનીંગોકોક્સલ
> એમએમઆર
> ડીટીપી, આઇપીવી

જ્યારે તમારા બાળકના સ્વાસ્થ્યની વાત આવે છે, ત્યારે રસી તેને લાંબા ગાળાની સુરક્ષા પૂરી પાડે છે અને તંદુરસ્ત જીવન માટે તેનું રક્ષાકવચ બને છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.