રસીકરણમાં “આત્મનિર્ભરતા” ફળશે: કોવેક્સિન વિશ્વભરમાં ધૂમ મચાવશે: ICMRનો દાવો

કોરોનાકાળમાં ભારત સહિત સમગ્ર વિશ્વને ઊગારવા ભારત બાયોટેકની સ્વદેશી રસી “કોવેક્સિન” સૌથી વધુ સુરક્ષિત અને અસરકારક

“કોવેક્સિન રસી” લાંબા સમય સુધી એન્ટીબોડી બનાવવામાં મદદરૂપ થશે જે કોરોનાને નાથવામાં મોટી સફળતારૂપ સાબિત થશે: ભારત બાયોટેક

કોરોના મહામારીમાંથી છુટકારો મેળવવા દરેક રાષ્ટ્રની સરકાર તેમજ વૈજ્ઞાનિકો પ્રયત્નો કરી રહ્યા છે. કોરોના વાયરસને નેસ્તનાબૂદ કરવા ‘સચોટ’ રસીની શોધમાં ફાર્મા કંપનીઓ ઉંધે કાંધ થઈ છે. ભારતમાં પણ અલગ અલગ આઠ પ્રકારની રસીઓ પરીક્ષણ હેઠળ છે. જેમાંની એક ભારતની પ્રથમ સ્વદેશી રસી ‘કોવેકિસન’ છે. ધ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ-આઈસીએમઆર અને ભારત બાયોટેક દ્વારા સંયુકત પણે વિકસાવાયેલી આ સ્વદેશી રસી ‘કોવેકિસ’ના બે તબકકાના પરીક્ષણ સંપૂર્ણ રીતે સફળ નીવડયા છે. ત્યારે હવે ત્રીજા સ્તરનાં ટ્રાયલ હેઠળ છે. આ અંગે તાજેતરમાં લેન્સેટમાં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં આઈસીએમઆરે દાવો કર્યો છે કે, રસીની ‘રસ્સા ખેંચ’માં ‘કોવેકિસન’ ભારત સહિત સમગ્ર વિશ્વમાં ‘ધુમ’ મચાવશે. રસીકરણમાં ભારતનું આત્મનિર્ભર અભિયાન જરૂર ફળશે તેમ વિશ્વ વ્યકત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે રસીની ઉંચી કિંમતોની અટકળો, સંગ્રહ ક્ષમતા અને આડ અસરની આશંકાને લઈ રસીની ‘રસ્સા ખેંચ’ વધુને વધુ ગહેરી બનતી જઈ રહી છે. ત્યારે આ ‘રસ્સા ખેંચ’ વચ્ચે ભારતમાં વિકસાવાયેલી રસી ‘કોવેકિસન’ સૌથી વધુ સુરક્ષીત અને અસરકારક હોવાનો આઈસીએમ આરે દાવો કર્યો છે.

પ્રથમ બે તબકકાના પરીક્ષણ સફળ

કોવેકિસન રસીના પ્રથમ બે તબકકાના પરીક્ષણ સફળ રહ્યા છે. હવે ત્રીજા તબકકાના ટ્રાયલ માટે તૈયારીઓ થઈ ચૂકી છે. એઈમ્સ દિલ્હી દ્વારા એક વિજ્ઞાપન જારી કરી વોલિયન્ટસને આ કોરોના રસીના ટ્રાયલ માટે જાતે રજીસ્ટર કરાવવા જાણકારી આપી છે. રજીસ્ટર કરનારા તમામને કોવેકિસનના ત્રીજા ટ્રાયલ હેઠળ રસી અપાશે.

એક વર્ષ સુધી એન્ટીબોડી રહેશે

ભારત બાયોટેકે માહિતી આપતા જણાવ્યું છે કે, કોવેકિસન લાંબા સમય સુધી એન્ટીબોડી બનાવવામાં મદદરૂપ થશે જે કોરોના વાયરસને નાથવામાં મોટી સફળતારૂપ સાબિત થશે. છ માસથી લઈ એક વર્ષ સુધી શરીરમાં એન્ટીબોડી વિકસાવવામાં મદદ કરશે ટ્રાયલના બીજા તબકકામાં ૩૮૦ લોકોને રસીના ડોઝ અપાયા હતા. જે બાદ કંપનીએ દાવો કર્યો છે કે, આ સ્વદેશી રસી લાંબા સમય સુધી એન્ટીબોડીઝને વિકસાવવામાં કારગત નીવડી છે. પ્રથમ ટ્રાયલમાં બીજો ડોઝ અપાયા સુધી લોકોમાં આના એન્ટીબોડી જોવા મળ્યા હતા.

આપાતકાલીન ઉપયોગ માટે સરકાર પાસે માંગી મંજૂરી

પ્રથમ બે ટ્રાયલ સકારાત્મક રહ્યાબાદ કંપનીએ સરકાર પાસે રસીના આપાતકાલીન ઉપયોગ માટે મંજૂરી માંગી છે. જો કે, નિશ્લેષકોએ આ અંગે જણાવ્યું છે કે, કંપની પહેલા ત્રીજા ટ્રાયલના પરિણામો રજૂ કરે પછી જ આપાતકાલીન ઉપયોગ અંગે વિચાર કરી શકાય.