Abtak Media Google News

બૂધવારે મમતા દિવસની ઉજવણી કરતી હોય લોકોને કોરોનાની રસી નહી અપાઈ

દર બૂધવારે રાજયમાં મમતા દિવસની ઉજવણી કરવામાં આવતી હોવાના કારણે કોરોનાની વેકિસન આપવાની કામગીરી બંધ રાખવામાં આવે છે. આજે મમતા દિવસના કારણે રાજયભરમાં વેકિસનેશનની કામગીરી બંધ રાખવામાં આવી છે. રાજયમાં છેલ્લા એક માસથી રાજયમાં અપૂરતા ડોઝના કારણે વેકિસનેશનની કામગીરી મંદ ગતિએ ચાલી રહી છે.

કોરોનાની ત્રીજી લહેર આવે તે પૂર્વ રાજયમાં દરેક નાગરિકને કોરોના વેકિસનનો એકડોઝ આપી દેવો તેવો સરકારનો લક્ષ્યાંક છે. આવામાં કેન્દ્ર સરકાર દ્વારા અપૂરતા ડોઝની ફાળવણીના કારણે છેલ્લા એકાદ માસથી વેકિસનેશનની કામગીરી ખોરવાય રહી છે.

દૈનિક લક્ષ્યાંમથી 50 ટકા લોકોને પણ વેકિસન માંડ અપાઈ છે. દર બૂધવારે મમતા દિવસના કારણે વેકિસનેશનની કામગીરી બંધ રહે છે. આ ઉપરાંત રવિવરારે પણ રસીકરણ બંધ રાખવામાં આવે છે. જોકે ગત રવિવારે બીજી ડોઝ માટે વેકિસનેશન ચાલૂ રાખવામાં આવ્યું હતુ જયારે તે પહેલાના રવિવારે વેપારીઓમાટે વેકિસનેશન ચાલૂ રાખવામાં આવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.