માનવ શરીરમાં ઘર કરી જતા હિપેટાઈસીસ બી વાઈરસને અટકાવવા ‘વેકસીન’ એક માત્ર ઉપાય

હિપેટાઈસીસ બી એટલે લીવરનો સોજો જેને સાદી ભાષામાં ‘કમળો’ કહેવાય

વાઈરસ ધરાવતા લોકોના બ્લડ કોન્ટેકમાં આવવાથી વ્યકિત રોગનો ભોગ બને છે

હાલ છેલ્લા એક વર્ષથી સમગ્ર દેશ દુનિયામાં કોરોના… કોરોના થઈ રહ્યું છે. લોકો કોરોનાનું સંક્રમણ ન વધે તેની પૂરતી તકેદારીઓ રાખી રહ્યા છે પરંતુ હિપેટાઈસીસ બી વાઈરસ છેલ્લા ઘણા વર્ષોથી સંક્રમણ ફેલાવી રહ્યું છે જેની ખૂબ ઓછા લોકોને ખબર હશે. હિપેટાઈસીસ બી વાઈરસ અંગે ‘અબતક’ સાથેની વાતચીતમાં ગિરીરાજ હોસ્પિટલના ગેસ્ટોએન્ટ્રોલોજીસ્ટ ડો. નિરવ પીપળીયા જણાવે છે કે હિપેટાઈસીસ બી વાઈરસ એટલે લીવરનો સોજો. હિપેટ એટલે લીવર અને ટાઈસીસ એટલો સોજો, આ વાઈરસનો ચેપ લાગવાના કારણો છે. જેમાં વધુ પડતી આયુર્વેદીક દવાઓ લેવી, ભારે ડોઝની દવાઓ લેવી, દવાઓની આડઅસર અથવા વાઈરસનું ઈન્ફેક્શન આ રોગ માટે જવાબદાર છે.

દર દશમાંથી ૧ કે બે લોકોને લીવર પર સોજો આવે છે જે વાઈરસના કારણે આવે છે. લીવરનો સોજો જેને સાદી ભાષામાં નકમળોથ કહેવામાં આવે છે. લીવરનો સોજો આવતા દર્દીની આંખ પીળી થઈ જાય છે. અશકિત આવે છે. ઉલ્ટી થાય છે. જે મુખ્ય લક્ષણો છે.

સાદો કમળો બહુ ગંભીર નથી જયારે હિપેટાઈસીસ બી ભયાનક કમળો છે. જયારે દર્દીમાં આ વાયરસ પ્રવેશે ત્યારે ઘણા વર્ષો સુધી કોઈ લક્ષણો વરતાતા નથી એટલે કે આ રોગ સાઈલન્ટ કીલર છે. લોકો રૂટીન ચેકપ કરાવે છે. પરંતુ હિપેટાઈસીસ બીનો રીપોર્ટ કરાવતા નથી. આ રોગ માટે એચબીસીનો ટેસ્ટ કરાવવો જરૂરી છે. જો આ ટેસ્ટ નેગેટીવ આવે તો જેતે વ્યકિત સુરક્ષીત છે પરંતુ પોઝીટીવ આવે અને કોઈ લક્ષણો ન હોય તો પણ ટ્રીટમેન્ટ અવશ્ય કરાવવી પડે.

આ અંગે વધુમાં ડો. નિરવ પીપળીયા જણાવે છે કે આ વાઈરસ કોઈ ખાવાપીવામાં નથી આવતો પરંતુ ઝેરી કમળો આવવાના ત્રણથી ચાર કારણો છે. જો તમે કોઈના બ્લડના કોન્ટેકમાં આવો તો વાઈરસ તમારા શરીરમાં પ્રવેશી શકે. રીયુઝ નીડલ, ઈન્જેકશનથી સારવાર લીધેલી હોય. સેકસીયુલ કોન્ટેક રાખ્યો હોય, વર્ષો પહેલા બ્લડ ચડાવેલુ હોય તો ત્યારે પણ આ રોગ થવાની સંભાવના વધી જાય છે.

આરોગ માટે ઉમરની કોઈ બાધ નથી આ કમળાની ખાસીયત એ છે કે તે એક વખત શરીરમાં પ્રવેશ કરે તો લાઈફટાઈમ રહે છે. અને શરીરમાં સુશુપ્ત અવસ્થામાં રહે છે. જો ગર્ભાઅવસ્થામાં માતા સંક્રમીત હોય તો બાળકમાં પણ આ વાયરસ આવે છે. દરેક વ્યકિતએ આ વાયરસનો રીપોર્ટ કરાવવો જોઈએ આનો રીપોર્ટ મોંઘો પણ નથી કોઈ લક્ષણ ન હોય તો પણ આનો રીપોર્ટ અવશ્ય કરાવવો જોઈએ. આ વાયરસની ટ્રીટમેન્ટ બાદ પણ તે જતો નથી ડાયાલીસીસ જેવો રોગ છે. જે માત્ર કંટ્રોલમાં કરી શકાય છે. વર્ષો પહેલા આ કમળાની સારવાર નહતી પરંતુ સારી રીતે સારવાર શકય બની છે.

આ વાયરસનું સંક્રમણ અટકાવવાનો એક માત્ર ઉપાય વેકસીન જ છે. દરેક બાળકમાં આ વાયરસની રસી મુકાવી જોઈએ વેકસીન મુકાવવાની પ્રક્રિયા પણ સરળ છે. ઈન્જેકશન માત્ર ત્રણ ડોઝ લેવાના હોય છે. આ રોગ જે ગતિએ આગળ વધી રહ્યો છે તેને કંટ્રોલમાં કરવા ગર્વમેન્ટ પણ ન્યુ બોર્નબેબીને વેકસીન આપે છે. જેથી ભવિષ્યમાં આ દર્દના પેસેન્ટ બને નહી.  આ વાયરસ દવાથી ચોકકસ કંટ્રોલમાં આવી શકે છે તેમ ડો. નિરવ પીપળીયા જણાવે છે.