વેક્સિન લઇ કોરોના સામે સુરક્ષિત થાય: જજ કે.વી. દવે

મહાપાલિકાના સહયોગથી યોજાયેલા રસીકરણ અભિયાનમાં જ્યુડીશ્યલ અને કોર્ટ કર્મચારી જોડાયા: 160થી વધુ લોકોએ રસી લીધી 

 

રાજકોટ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટ બિલ્ડિંગમાં મહાપાલિકાના સહયોગથી ન્યાયાધીશો અને કોર્ટ કર્મચારીઓ માટે યોજાયેલા રસીકરણ અભિયાન આ તકે લોકોને  ઇન્ચાર્જ ડિસ્ટ્રીકટ જજ કે.ડી. દવેએ અબતક ના માધ્યમથીઆ તકે કહ્યું હતું કે, કોરોના મહામારી સામે લડવા માટે વેકસીનેશન ખૂબ જ જરૂરી છે. અગાઉ રાજકોટ કોર્ટ પરિસરમાં પણ કોરોનાના દર્દીઓ નોંધાઇ ચુક્યા છે ત્યારે આજરોજ ડિસ્ટ્રીકટ કોર્ટ પરિસર ખાતે કોરોના વેકસીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ન્યાયાધીશો, વકીલો, કર્મચારીઓને વેકસીન અપાઈ રહી છે. પરસથમ દિવસે જ સૌ કોઈ વેકસીન લઈ રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, વેકસીન એ સૌ માટે બિલકુલ સુરક્ષિત છે ત્યારે હું સૌ કોઈને આડ અસરની ચિંતા વિના વેકસીન લેવા અપીલ કરું છું.

રાજકોટમાં ફરી કોરોનાએ વિકરાર સ્વરુપ ધારણ કર્યું હોય તેમ મૃત્યુઆંક અને પોઝિટિવ કેસમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે શહેરની મધ્યમમાં આવેલી અદાલતમાં પણ કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો હોય તેમ માત્ર 7 દિવસમાં ન્યાયાધીશ, કોર્ટ કર્મચારી અને વકિલો મળી કુલ 32 લોકોના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા કોર્ટ પરિસરમાં અને વકિલ આલમમા ફફડાટ મચી ગયો છે. કોર્ટમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા ન્યાયાલય, બાર એસોસીએશન અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોર્ટમાં બે દિવસ માટે વેકિસનેશનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આજે ન્યાયાધીશ અને કોર્ટ કર્મચારી માટે  સિવિલ કોર્ટ અને સેશન્સ કોર્ટમાં કોરોના વેક્સિન માટે રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. રસીકરણ કેમ્પમાં  ન્યાયાધીશ કે.ડી દવે, ડી.કે. દવે, ડી.વી. જાદવ, ડી.એ. વોરા, એ.વી. હિરપરા, પી.એન.ત્રિવેદી, એ.ડી.આર.ના એચ.વી.જોટાણીયા અને કોર્ટ કર્મચારી સહિત 160થી વધુ લોકો કોરોના વિરોધી વેકસીન લઇ કોરોના વેક્સિન અભિયાન મા જોડાવા અપીલ કરી છે.