રસીની “રસ્સાખેંચ” ભારતે મેદાન મારતા ચીની હેકર્સના પેટમાં તેલ રેડાયું !!

કોરોના સામેની લડાઈમાં ભારતની સફળતાથી ડ્રેગનને ઈર્ષા; હેકર્સે ભારતીય રસી ઉત્પાદક કંપનીઓને નિશાને લીધી

ચાઈનીઝ હેકીંગ ગ્રુપ APT10એ ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટીટયુટની સપ્લાય ચેન ખોરવાનો પ્રયાસ કર્યો

ભારતે વૈશ્ર્વિકમાંગની 60 ટકા રસીનું ઉત્પાદન કરી વિદેશોમાં વહેંચી ચીનને પછાડયું

કોરોના વાયરસના કારણે ફેલાયેલી વૈશ્ર્વિક મહામારીમાંથી ઉગરવા દુનિયાઆખી મથી રહી છે. કોરોનાના આ કપરાકાળમાં ભારતે જે રીતે મજબુતાઈપૂર્વક લડાઈ લડી છે.તેના વિશ્ર્વઆખામાં વખાણ થયા છે. સંયુકત રાષ્ટ્ર સહિતના આંતરરાષ્ટ્રીય સંગઠનોએ ભારતની કામગીરીની નોંધ લઈ પ્રસંશા કરી છે. અમેરિકા, બ્રિટન જેવા વિકસિત દેશોની સરખામણીએ ‘વિકાસશીલ’ હોવા છતાં પણ ભારતે મહત્વનું પ્રદર્શન કરી કોરોના પરિસ્થિતિને આગવી સુઝબુઝથી કાબુમાં લેવા મોટી સફળતા મેળવી છે. એમાં પણ હાલ, ભારતની બે રસી કોવેકિસન અને કોવિશીલ્ડની વિશ્ર્વભરમાં બોલબાલા થઈ છે. ભારતીય ઉપખંડ સહિત એશિયાઈ દેશો અને યુરોપ, આફ્રિકાનાં દેશોમાં પણ રસીના ડોઝ પહોચાડી પાડોશીની સાથે સાથે માનવ ધર્મ પણ નિભાવ્યો છે. બાંગ્લાદેશ, નેપાળ, અફઘાનિસ્તાન, મલેશિયા, ઈન્ડોનેશિયા અને ભૂતાન સહિતના પાડોશી દેશોમાં સૌ પ્રથમ રસી પહોચાડી ભારતે એશિયા ખંડમાં પોતાનું અલગ ‘ચિત્ર’ ઉભુ કર્યું છે. રસીની ‘રસ્સાખેંચ’માં તો ભારતે બાજી મારી જ છે. પણ આ સાથે રસીની વહેંચણીમાં પણ મેદાન મારી વિશ્ર્વભરના દેશોની વાહ… વાહ… મેળવી છે.આનાથી ચીનના પેટમાં તેલ રેડાયું છે. સુરક્ષા એજન્સીઓએ ચેતવણી આપી છે કે ભારતની રસી ઉત્પાદક કંપનીઓ ચાઈનીઝ હેકર્સનાં નિશાના પર છે.

કોરોના વિરૂધ્ધની રસીની પ્રથમ શોધ ભલે ભારતમાં થઈ ન હોય, પરંતુ રસીની ઉત્પાદક ક્ષમતા જેટલી ભારત પાસે છે. તેટલી વિશ્ર્વના કોઈ દેશ પાસે નથી. વિશ્ર્વ આખાની રસીની જરૂરિયાતનાં 60 ટકા રસી એકલા ભારતે વિકસાવી છે. અને વિદેશોમાં પહોચાડી પણ છે. ભારતની આ સફળતાથી ચીનને બળતરા ઉભી થતા ચાઈનીઝ હેકર્સે રસી બનાવતી ભારત બાયોટેક અને સીરમઈન્સ્ટિટયુટને નિશાને તાંકયા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ચીન સમર્પિત હેકરોએ આ કંપનીઓનાં આઈટી ઈન્ફ્રાસ્ટ્રકચર અને સમગ્ર સપ્લાઈચેનને ખોરવાનો પ્રયત્ન કર્યો હતો.

સાયબર ઈન્ટેલિજન્સ ફર્મ સાયફર્માને જણાવ્યું છે કે, હાલના બે અઠવાડિયાઓમાં ચાઈનીઝ હેકર્સે ભારતની બે કંપનીઓની આઈટી સીસ્ટમને બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો. સિંગાપુર અને ટોકયોમાં સ્થિત ગોલ્ડમેન સૈકથી જોડાયેલી કંપની સાયફર્માએ વધુમાં કહ્યું કે, ચીની હેકિંગ ગ્રુપ કે જેનું નામ અઙઝ10 છે. આ ગ્રુપને સ્ટોનપાડા તરીકે પણ ઓળખવામાં આવે છે. જેણે ભારતબાયોટેક અને સીરમ ઈન્સ્ટિટયુટને સપ્લાય ચેનનાં સોફટવેરને હેક કરવાનો પ્રયાસ કરેલો જો કે, આ મુદે ચીન સરકારે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

કો-“વિન” “હાર” કબુલી !!

કોરોના રસીકરણના બીજા તબકકાનો ગઈકાલથી પ્રારંભ થઈ ગયો છે જે અંતર્ગત 60 વર્ષથી વધુના તમામ અને 45 વર્ષથી વધુના ગંભીર બિમારી ધરાવતા લોકોને રસી આપવાનું શરૂ થઈ ગયું છે. પરંતુ રસીના ડોઝ લેવા માટે કરવામાં આવતી નોંધણીને લઈ લોકોમાં મોટી ‘ગડમથલ’ હતી. ગત 16મી જાન્યુઆરીથી શરૂ થયેલા રસીકરણ અભિયાનને લઈ અત્યાર સુધી લોકોમાં એવી ગેરસમજ હતી કે, રસી માટેનું રજીસ્ટ્રેશન સરકારે લોન્ચ કરેલ કો.વિ એપ્લીકેશન પર થાય છે. પરંતુ આ એપ્લીકેશન માત્ર વહીવટ માટે બનાવી હોવાનું સરકારે જણાવ્યું છે કોવિન એપ્લીકેશન પર રજીસ્ટ્રેશન કરવું કે વેબસાઈટ પર જઈને ?? આ મુદે ગઈકાલે ઘણા પ્રશ્ર્નો ઉભા થયા હતા જેને લઈ અંતે સરકારે ખોલ પાડવો પડયો હતો અને જણાવ્યું હતુ કે કો-વિ એપ પર રજીસ્ટ્રેશન થઈ શકશે નહિ રજીસ્ટ્રેશન માટે લોકોએ ફરજીયાત વિિંાં:ભજ્ઞૂશક્ષ.લજ્ઞદ.શક્ષ વેબસાઈટ પર જ જવું પડશે. આમ, કો-વિન એપ્લીકેશને અંતે ‘હાર’ કબુલવી પડી. કો-વિન એટલે કે ‘કોરોના સામે જીત’ આ કોવિન એપ્લીકેશને રસીનાં રજીસ્ટ્રેશન માટે ‘હાર’ સ્વિકારી એમ કહી શકાય. કારણ કે સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોની ગડમથલ દૂર કરતા કહ્યું કે, કો-વિન પર રજીસ્ટ્રેશન નહીં થઈ શકે. આ માટે વેબસાઈટ પર જ નોંધણી કરાવવી પડશે.