Abtak Media Google News

કોરોના સામેની રસી આવ્યાના શરૂઆતના તબક્કાથી જ તેની કિંમતો, વહેંચણી, 100 ટકા વિશ્વસનીયતાનો અભાવ તો સંગ્રહ ક્ષમતાને લઈ રસીની રસ્સાખેંચ જામી હતી. ત્યારે આ મુદ્દે સરકાર પણ ગૂંચવણમાં મુકાઈ છે.  મોદી સરકારે  18થી 44 વયના લોકોને મફત રસી આપવાની જાહેરાત કરતાં જ તેના વિશે વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવવા લાગી છે. વિપક્ષો કટાક્ષ કરી રહ્યા છે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ આ પગલાંને આવકાર્યું છે. તે જ સમયે, વિરોધી પક્ષોએ આક્ષેપ કર્યો છે કે સુપ્રીમ કોર્ટના ડરને કારણે સરકારે આ નિર્ણય લીધો છે.


દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ કહ્યું કે જો કેન્દ્ર સરકાર ઇચ્છતી હોત તો તે આટલા લાંબા સમય પહેલા કરી શકત. પરંતુ, સુપ્રીમની રાહ ન જોત પહેલા જ નિર્ણય લઈ રસી રાજ્યોને મફતમાં આપેત. જો કે મોદી સરકારના આ નિર્ણય પાછળ રસીની રસ્સાખેંચ પણ જવાબદાર છે.

રાજ્યોને રસીકરણ માટે છૂટોદોર મળતા કેટલાંક રાજ્યો પોતાની રીતે વિદેશોમાંથી રસીની આયાત કરવામાં જુટાયા હતા. બિન ભાજપી રાજ્યો દ્વારા તો ગ્લોબર ટેન્ડર પણ બહાર પાડવામાં આવેલા. આ બિન ભાજપી રાજયોની અક્ડ ઠેકાણે લાવી રસીની અછત… રસીની અછત…ની રટણ દૂર કરી તમામને કોરોના કવચ પૂરું પાડી અર્થતંત્રને  વાયરસની ઝપેટમાં આવવાથી બચાવવા રસીકરણનો માસ્ટર પ્લાન જારી કર્યો છે.

મોદીના 7.0 પગલા આકાશ તરફ… મફત રસી, મફત અનાજ અર્થતંત્રને ધબકતુ કરી દેશે !!

તો બીજી તરફ રસીના ડોઝનો વેડફાટ પણ થતો. તેમજ સુપ્રીમ કોર્ટના વલણ બાદ મોદી સરકારે આ નિર્ણય લીધો છે. સુઓ મોટો લીધા બાદ, કોર્ટના દખલ બાદ તેમણે આ પગલું ભરવું પડ્યું.  સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્દેશ અપાયા હતા કે રાજ્યોને રસી ફ્રી માં આપવાની મંજૂરી આપવી એ તરફ કેન્દ્રએ ધ્યાન દોરવું જોઈએ. આખરે કેન્દ્ર કેન્દ્ર સરકારે રસીકરણ માટે 35 હજાર કરોડ ફાળવ્યા છે તો તેનો ખર્ચ રાજ્યો પર શા માટે નાખવામાં આવી રહ્યો છે ?? રાજ્યો શા માટે રસી માટે વધુ પૈસા ચૂકવે જ્યારે કેન્દ્ર ઓછા ચૂકવે છે તો ..?? સુપ્રીમે આ પ્રકારે લાલ આંખ કરતા મોદી સરકારે નિર્દેશને અનુસરી રસી મફતમાં આપવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.