રસીની “રસ્સાખેંચ”: આગામી માસથી શરૂ થતાં રસીકરણમાં એસ્ટ્રાજેનેકા બાજી મારશે ??

ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની કોરોના રસીને ઉપયોગ માટે આવતા અઠવાડિયે મંજૂરી મળે તેવી શક્યતા

કોરોના મહામારી સામે લડવા ભારતમાં હાલ અલગ- અલગ આઠ પ્રકારની રસીઓ પરીક્ષણ હેઠળ છે. જેમાંથી ઓકસફોર્ડ યુનિવર્સિટી અને પુનાની સીરમ ઈન્સ્ટીટયુટ દ્વારા સંયુકત પણે વિકસાવાયેલી એસ્ટ્રાજેનેકા રસીને આપાતકાલીન ઉપયોગ માટે સરકારની મંજૂરી મળી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધનના જણાવ્યા અનુસાર, આગામી જાન્યુઆરી માસમાં કોઈ પણ અઠવાડિયે રસીકરણની શરૂઆત થઈ જશે.

જાન્યુઆરીથી શરૂ થતા આ રસીકરણ અભિયાનમાં એસ્ટ્રાજેનેકા રસીના ડોઝને પ્રગહમીકતા આપવામાં આવે તેવી શકયતા છે. આવતા અઠવાડિયેથી ભારતમાં રસીની પ્રથમ ખેપ આવી જશે તેમ પણ જાણવા મળ્યું છે. જેમાં એસ્ટ્રાજેનેકા રસી કે જેને ‘વેકિસનેશન ફોરધ વર્લ્ડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે બાજી મારશે કે કેમ ?? જો સરકાર તરફ થી આ માટે મંજુરી મળી જશે તો ભારતમાં રસીના ડોઝ આપવાની શરૂઆત કરનાર એસ્ટ્રાજેનેકા દેશની પ્રથમ રસી બનશે.