રસીની “રસ્સાંખેંચ”: શું ભારતમાં સૌપ્રથમ ઓક્સફોર્ડની રસીના ડોઝ અપાશે ??

આગામી જાન્યુઆરી માસથી દેશમાં કોરોના વેક્સિન માટે રસીકરણ અભિયાન શરૂ થવાનું છે. આ માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જેને અનુશંધાને આજથી બે દિવસ માટે ગુજરાત સહિત ચાર રાજ્યોમાં રિહર્સલ શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે,પુનેની સીરમ ઇન્સ્ટીટયુટ અને ઓફસફર્ડ યુનિવર્સિટી દ્વારા સંયુકતપણે વિકસાવાયેલી એસ્ટ્રાજેનેકા રસી ભારતમાં જાન્યુઆરીથી શરુ થતા વેકિસનેશન અભિયાનમાં બાજી મારે તેવી શકયતા છે.

કંપનીના સીઇઓ પારકલ સ્કોરિઓર્ટ જણાવ્યું છે કે, અસરકારકતાના મામલે અમારી રસીએ ‘વિનિંગ’ ફોમ્યુલા હાંસલ કરી લીધી છે. ફાઇઝર અને મોડનાની જેમ ૯૫ ટકા સુરક્ષીત છે. આથી ઓકસફોર્ડની આ રસીને આગામી થોડા દિવસોમાં ભારતમાં રસી આપવાની માન્યતા મળે તેવી ધારણાં છે.

બ્રિટનમાં ઓકસફર્ડની રસીને પરમિશન મળ્યા પછી, CDSCO ની નિષ્ણાંત કમિટી સુરક્ષા અને ટ્રાયલ પરિણામોની સમીક્ષા કરશે. ત્યારબાદ જ ભારતમાં કોઇ રસીને મંજૂરી મળી શકશે. ભારતમાં સૌ પ્રથમ રસી ઓકસફર્ડને મંજૂરી મેળે તેવી સંભાવનાઓ છે. સિરમ ઇન્સ્ટિટયૂટે ગત્ સપ્તાહે DCGI સમક્ષ વેકસીન ટ્રાયલ સંબંધી કેટલાંક વધારાનો ડેટા સબમિટ કર્યો છે.
દરમ્યાન, બ્રિટન સહિતના દેશોમાં કોરોના વાયરસનું નવું સ્વરૂપ પણ જોવા મળ્યું છે. જોકે, તે અંગે ભારત સરકાર કહેછે, આ બાબતની ભારતને હાલ કોઇ અસર નહીં થાય. ભારતીય તથા વિદેશી વેકસીન માટેની કામગીરી આગળ ધપાવવામાં આવશે.