Abtak Media Google News

 

સુરેન્દ્રનગર જિલ્લા અને નેશનલ હાઈવે ઉપર હાઇવે ઉપર હાલમાં છેલ્લા કેટલાક સમયથી રોડ રસ્તાઓની કામગીરી ચાલી રહી છે ત્યારે વાહન ચાલકોને મોટી તકલીફ ઊભી થાય છે અને વાહન ચાલકો પોતાના વાહન ઉપર સ્ટેરીંગ નો કાબુ ગુમાવતા અકસ્માતોની ઘટના રોજબરોજ બની રહી છે ત્યારે અનેક લોકો અકસ્માતમાં મૃત્યુ પામે છે અથવા તો ઘાયલ થાય છે ત્યારે આવો જ અકસ્માત એક સામે આવ્યો છે વઢવાણ તાલુકાના બલદાણા ગામની પાસે ઇનોવા કાર અને ટાટા સુમો વચ્ચે અકસ્માત સર્જાવવા પામ્યો છે

જેમાં બે મહિલાઓ ઘાયલ થતા તાત્કાલિક અસરે તેને સુરેન્દ્રનગર શહેરની સાર્વજનિક હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી છે ત્યારે આ ઘટના અંગેની જાણકારી મળતા તાત્કાલિક અસરો વઢવાણ પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આ અકસ્માતમાં બીજલબેન અને ગીતાબેન નામની બે મહિલાઓને ઈજા પહોંચી છે જેમને સારવાર માટે સુરેન્દ્રનગર લાવવામાં આવી છે અને સારવાર શરૂ કરવામાં આવી છે ત્યારે આ અકસ્માત અંગેની વઢવાણ પોલીસ ફરિયાદ નોંધ અને આગળની તપાસ ચલાવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.