- વડોદરામાં 10 દિવસમાં ચોથી હ*ત્યા
- વાઘોડિયા, કરજણ અને પાદરાની હ*ત્યાના ભેદ ઉકેલાય ત્યાં સાવલીમાં વધુ એક બનાવ, કેટરિંગનો વ્યવસાય કરતા યુવકનું ઢીમ ઢાળી દેવાયું
- પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
વડોદરા સાવલી મંજુસર રોડ પર આવેલ ટુંડાવ નજીક નાયરા પેટ્રોલ પંપની સામે આવેલ મુખ્ય રોડ પરથી યુવકનો હ*ત્યા કરી ફેંકી દેવામાં આવેલ મૃ*ત*દે*હ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઉપરાંત મુખ્ય રોડ પરથી મૃ*ત*દે*હ મળી આવતા ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા. આ બનાવ અંગેની જાણ મંજુસર પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના સાવલી મંજુસર રોડ ઉપર ટુંડાવ નજીક મુખ્ય રોડ પરથી એક યુવકનો મૃ*ત*દે*હ મળી આવ્યા મંજુસર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરતા મૃ*ત*દે*હના કપડા ચકાસતા તેનું આધારકાર્ડ અને ચૂંટણી કાર્ડ પણ મળી આવ્યું હતું.
મળતી માહિતી દરમિયાન, વડોદરા જિલ્લામાં છેલ્લાં 10 દિવસમાં ચોથી હ*ત્યાનો બનાવ બનતાં ચકચાર મચી છે. વાઘોડિયા, કરજણ અને પાદરામાં થયેલી હ*ત્યાનો ભેદ ઉકેલાયો નથી ત્યાં જ સાવલીના ટુંડાવમાં એક યુવકની હ*ત્યા નીપજાવી દેવામાં આવી છે. આ ઉપરાંત કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા 33 વર્ષીય યુવક રાહુલ સોનીની હ*ત્યા કરાયેલી મૃ*ત*દે*હ મળી આવ્યો હતો. આ ઉપરાંત પોલીસે મૃતદેહને PM માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
મૃ*ત*ક યુવાન વડોદરાના સુભાનપુરા વિસ્તારનો રહેવાસી મળેલી માહિતી અનુસાર , સાવલી તાલુકાના ટુંડાવ સાવલી રોડ નજીકની ખુલ્લી જગ્યામાંથી મંજુસર પોલીસને મૃ*ત*દેહ મળ્યો હતો. પોલીસની તપાસમાં મૃ*ત*ક વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલી વૈકુંઠ સોસાયટીનો રહેવાસી રાહુલ સોની હોવાનું ખૂલ્યું હતું. પોલીસને મૃ*ત*દે*હ પાસેથી મોટરસાઇકલ પણ મળી છે. પોલીસે મૃ*ત*દે*હ અને મોટરસાઇકલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
કેટરિંગનો વ્યવસાય કરતા 33 વર્ષીય રાહુલ સોનીની હ*ત્યા થઇ હોવાની વાત સુભાનપુરા વૈકુંઠ સોસાયટી વિસ્તારમાં થતાં ચકચાર મચી ગઇ હતી. આ ઉપરાંત રાહુલ સોનીની હ-ત્યા કોણે કરી અને શા માટે કરી એ અંગે મંજુસર પોલીસે તપાસ હાથ ધરી છે. આ દરમિયાન તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતા છે.