Abtak Media Google News

મહિલાઓને ગુપ્તાંગમાં થતી બળતરા, ખજવાળ , દુખાવો , સફેદ સ્ત્રાવ વગેરે વજાઈનલ ઇન્ફેક્શન માટેના લક્ષણો છે. સ્ત્રીઓને ખાસ કરીને તરુણાવસ્થાથી તેમજ માસિકધર્મ સમયે તેમના પ્રાઇવેટ પાર્ટની કાળજી રાખવી અત્યંત આવશ્યક હોય છે. જ્યારે સ્વાસ્થય સંબંધિત સારસંભાળ ન રાખવામાં આવે ત્યારે સ્ત્રીઓને વજાઈનલ ઇન્ફેક્શનની સમસ્યા સર્જાય છે.

વજાઈનલ ઇન્ફેક્શન શું છે?

વજાઈનલ ઇન્ફેક્શન એટલે ફન્ગસથી થતું ઇન્ફેક્શન.આમ તો દરેક સ્ત્રીની યોનિમાં અમુક અંશે આ ફૂગ હાજર હોય જ છે, પરંતુ જ્યારે એનું પ્રમાણ જરૂર કરતાં વધી જાય તો વજાઈનલ ઇન્ફેક્શન થવાની શક્યતા રહે છે. સ્ત્રીઓમાં વજાઈનલ ઇન્ફેક્શન અત્યંત સામાન્ય બાબત છે. એક અંદાજ મુજબ 75 ટકા સ્ત્રીઓ જીવનમાં એકાદવાર આ પરિસ્થિતિનો ભોગ બને જ છે, જ્યારે 50 ટકા સ્ત્રીઓએ જીવનમાં 2-3 વાર આ પરિસ્થિતિનો સામનો કરવાનો આવે છે.

વજાઈનલ ઇન્ફેક્શન દર્શાવતા ચિહ્નો:

  1. ગુપ્તાંગમાં સંક્રમણ સર્જાય ત્યારે અમુક ચિહ્નો શરૂઆતમાં દર્શાવે છે. જેમ કે અચાનક ગુપ્તાંગમાંથી જાડુ શ્વેત પ્રવાહી નીકળવાની શરૂઆત થાય છે.
  2. વજાઈના માંથી જ્યારે ગ્રે, લીલુ કે પીળા કલરનુ સ્ત્રાવ નીકળવાની શરૂઆત થાય તેમજ સ્ત્રાવમાંથી ખરાબ વાસ આવવાની શરૂઆત થાય એ ઇન્ફેક્શનનું લક્ષણ છે.
  3. વજાઈનાના ભાગમાં અચાનક બળતરા કે ખજ્વાળ સર્જાવી
  4. જાતિય સંબંધ દરમ્યાન પેડુમાં દુખાવો સર્જાવો.
  5. પેશાબ દરમ્યાન પેટના નીચેના ભાગમાં અસાધારણ દુખાવો થવો

વજાઈનલ ઇન્ફેક્શનના કારણો:

વજાઈનલ ઇન્ફેક્શન મુખ્યત્વે યોનિમાર્ગમાં રહેલાં વિવિધ જર્મ્સ, બેક્ટેરિયા, વાઇરસ તથા ફન્ગસને કારણે થતું હોય છે. એ દરેકનાં કારણો પણ જુદાં-જુદાં હોય છે એટલે એમની સારવાર પણ જુદી રહે છે.

  1. સાબુ, ડીટરજન્ટ, ઇન્ટીમેટ હાયજીન પ્રોડક્ટ્સ કે ફેબ્રિક કન્ડીશનર, બબલ બાથ જેવા પ્રોડકટસનો ઊપયોગ વનાઈનલ કલીનિંગ માટે કરતા હોઈએ છીએ કે જે ગુપ્તાંગની સંવેદનશીલ ત્વચા માટે ખૂબ જ હાનિકારક સાબિત થાય છે જે ઇન્ફેક્શનનું કારણ બની શકે છે.
  2. સંક્રમિત પાર્ટનર સાથે સંબંધ બાંધવાથી વજાઈનામાં સંક્રમણ ફેલાવાની શક્યતા રહે છે.
  3. હાઈજીનના હેતુથી એન્ટીબાયોટિક્સ, ટેમ્પૂન્સ , ગર્ભનિરોધકનો વધુ પ્રમાણમાં ઉપયોગ વજાઈનાનુ ઇન્ફેક્શન ફેલાવી શકે છે.

વજાઈનલ ઇન્ફેક્શનનું નિદાન:

  1. વજાઈનલ ઇન્ફેક્શનના ચોક્કસ નિદાન માટે સૌથી પહેલાં તો કોઈ નિષ્ણાંક ડોક્ટરનો સંપર્ક કરી શારીરિક તથા પેલ્વિક એક્ઝામિનેશન કરાવો.
  2. વધુમાં તેમની બ્લડ-ટેસ્ટ, યુરિન-ટેસ્ટ તથા બ્લડશુગર માટેની કેટલીક ટેસ્ટ પણ કરાવવામાં આવે છે.
  3. સ્ત્રીની ઉંમર 35 વર્ષથી વધુ હોય તો ડોક્ટરો સર્વાઇકલ કેન્સરની સંભાવના ટાળવા કેન્સર માટે જરૂરી એવી પેપ ટેસ્ટ કરવાની સલાહ પણ આપે છે.
  4. જરૂર લાગે તો ડૉક્ટર તેમના ડિસ્ચાર્જનું સેમ્પલ લઈ લેબોરેટરીમાં કલ્ચરલ ટેસ્ટ માટે પણ મોકલાવે છે, જેથી ઇન્ફેક્શન કયા પ્રકારનું છે એનો ચોક્કસ ખ્યાલ આવે.

વજાઈનલ ઇન્ફેક્શન અટકાવવાના ઘરગથ્થુ ઉપાય:

અમુક લોકો વજાઈનલ ઇન્ફેક્શનના લક્ષણો જણાતા તરત જ ઘરગથ્થુ ઉપાયની શરૂઆત કરી દે છે કે જેમાં ટી ટ્રી ઓઇલ અત્યંત અસરકારક નીવડે છે. છતા એવા કોઈ પુરાવા નથી રજૂ થયા કે જેના દ્વારા કહી શકાય કે તેનાથી વજાઈનલ ઇન્ફેક્શન નાબૂદ કરી શકાય. પણ નિષ્ણાંતના મત મૂજબ કોઇ પણ એસેંશિયલ ઓઇલ જેવા કે ટી ટ્રી ઓઇલ આવા સંક્રમણ માટે અતિ અસરકારક નીવડે છે.

અમુક ચિહ્નો કે જે વજાઈનલ ઇન્ફેક્શન નથી :

અમુક વાર સ્ત્રીઓમાં દેખાતા આ ચિહ્નો એટલે ઇન્ફેક્શન હોય તેવું જરૂરી નથી. ઘણી વખત થોડા સમય દરમ્યાન વજાઈનામાં ખજવાળ પીરીયડને કારણે થતી હોય છે જ્યારે ગર્ભાવસ્થા દરમ્યાન કે પછી ગર્ભ નિરોધક ગોળીના ઉપયોગ કરવાથી ટૂંકા સમગાળામાં દરમ્યાન બળતરા કે ખજવાળની સમસ્યા સર્જાય શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.