વૈષ્ણવાચાર્ય પૂ.વ્રજરાજકુમારજી મહાદેવના જન્મદિનની ઉજવણી

VYO દ્વારા જરૂરિયાતમંદોને ધાબળાનું વિતરણ: જન સમર્પિત સંકલ્પ અભિયાનનો શુભારંભ

શ્રીનાથધામ હવેલી ખાતે દિવ્ય કેસરી ઘટાના અલૌકિક મનોરથ દર્શન થયા

વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના સંસ્થાપક અનંત વિભૂષિત વલ્લભકુળ ભુષણ વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો. ૧૦૮ વ્રજરાજકુમારજી મહાદેવના ૩૫માં મંગલ જન્મદિવસની ગઇકાલે સમગ્ર વિશ્ર્વમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવેલ હતી. શ્રીનાથધામ હવેલી ખાતે દિવ્ય કેસરી ઘયના અલૌકિક મનોરથ દર્શન થયા. કાર્યોથી દિપાવવા માટે ભારતભરની વીવાયઓની શાખાઓ દ્વારા અનેક સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા. આ તકે વીવાયઓ રાજકોટ દ્વારા પણ હાલની શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને જરૂરિયાતમંદ લોકોને શિયાળાની કડકડતી ઠંડીમાં ઉષ્માભરી હૂંફ પ્રદાન કરવા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારો તેમજ ભિક્ષુક સ્વિકાર કેન્દ્ર, કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ વગેરે જેવી સંસ્થાઓમાં વીવાયઓ ભારતના મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઇ શાહ, વીવાયઓ રાજકોટ પ્રમુખ મિતુલભાઇ ધોળકિયા, મહિલા પ્રમુખ જયોતિબેન ટીલવા, ઉપપ્રમુખ રાજીવભાઇ ઘેલાણી, ઉપપ્રમુખ મિતુલભાઇ વેદ, સેન્ટ્રલ ઝોન પ્રમુખ અતુલભાઇ મારડીયા, વિરેનભાઇ કકકડ તેમજ મનીષભાઇ રૂઘાણી આ ધાબળા વિતરણમાં જોડાયા હતા.

પૂ.પા.ગો ૧૦૮ વ્રજરાજકુમારજી મહોદયના ૩૫માં જન્મદિનની ઉજવણી નીમીતે જન સમર્પિત સંકલ્પ અભિયાનનો મંગળ શુભારંભ કરાયો છે. અનેક ભાવિકોએ જલ બચાવવાના શપથ લીધા હતા. જલ સંરક્ષણ અભિયાનમાં ગુજરાતના ૩૫૦૦૦ ઘરોમાં રેઇન વોટર હાવેસ્ટીંગ કરવામાં આવશે. જળ સંરક્ષણની જાગૃતિ ભારતના અલગ અલગ શહેરો તથા ગામોમાં ઉજાગર કરવામાં આવશે હજારો ભાવિકોએ મીણબતી ઓલવીને નહી પણ સ્વસ્તિક દોરીને અને માટીના કોડિયામાં દિપ પ્રગટાવીને સ્વ સાથે સર્વના મંગળની પ્રાર્થના કરી હતી.

પૂ.વ્રજરાજકુમારજી મહોદયના જન્મદિન ઉપલક્ષ્યે આયોજિત વર્ચ્યુઅલ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

જરૂરતમંદ શ્રમિકોને ધાબળા અપાવવા સંપર્ક કરો

શહેરનાં રેલનગર, જંકશન, સંતોષીનગર, શાસ્ત્રીમેદાન, રેસકોર્ષ માધાપર-ગ્રીનલેન્ડ ચોકડીની આસપાસ, ગોંડલ ચોકડીની આસપાસ, મોટામવા, મુંજકાની આસપાસ સહિતના વિસ્તારોમાં હાલમાં શિયાળાની ઋતુમાં જે કોઈપણને કોઈ શ્રમિકો ઓઢયા વગરા સુતેલા દેખાય તો વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા ધાબળો પહોચાડી આપવામાં આવશે. આ માટે મો.નં. ૬૩૫૫૧૩૨૬૨૬, ૮૦૦૦૫ ૨૨૨૦૨, ૯૪૨૯૧ ૩૬૯૬૬ પર સંપર્ક કરવો.