વલ્લભાચાર્ય મહાપ્રભુજીના ૫૩૯માં પ્રાગટય ઉત્સવે બુધવારથી યમુના ગુણગાન કથા

rajkot
rajkot

પુષ્ટીમાર્ગના ઈતિહાસમાં પ્રથમવાર પ્રવકતા તરીકે આચાર્યવંશના વહુજી અ.સૌ.શ્રી. દિપશીખા વહુજી કરાવશે કથા રસપાન: ૨૩મી સુધી દરરોજ ભકતચરિત્રોનું નાટયમંચન

આગામી ચૈત્ર વદ-એકાદશી અને શનિવાર તા.૨૨ એપ્રિલ એટલે પુષ્ટિ પ્રવર્તક અખંડ ભુમંડલાચાર્ય જગદ્ગુ‚ શ્રીમદ્ વલ્લાચાર્ય મહાપ્રભુજીનો ૫૩૯મો પ્રાગટય ઉત્સવ પુષ્ટિ સંપ્રદાયમાં અનેરી દિવ્યતાથી મનાવવાની એક આગવી પરંપરા છે. એમાં પણ વલ્લભ પરિવારના સપ્તમનિધી મદનમોહન હવેલી કામવન, રાજકોટ અને એના આચાર્યગૃહના યુવરાજ પૂ.પા.ગો.વૃજેશકુમારજી મહોદય લક્ષ્મીવાડી હવેલીની એક અદકેરી અને કલાત્મક છટા છે. આગામી તા.૧૯ એપ્રિલને બુધવારથી તા.૨૩ એપ્રિલ રવિવાર દરમ્યાન એક પંચદિવસીય સત્સંગ સત્રનું ભવ્ય અને અલૌકીક આયોજન કરવામાં આવી રહ્યું છે. શ્રી યમુના ગુણગાન કથા સત્સંગ સત્ર દ્વારા યમુનાષ્ટક અને યમુનાજીના ૪૧ પદોની વિશદ અને સંગીતમય કથા રસપાનનું આયોજન સપ્તમગૃહ દ્વારા થવા જઈ રહ્યું છે. એટલું જ નહી પુષ્ટિમાર્ગના ઈતિહાસમાં સર્વપ્રથમવાર આચાર્યવંશના એક વહુજી પરમવિદુષી અ.સૌ.શ્રી દિપશીખા વહુજી પોતાની દિવ્ય અલૌનેક રસપ્રુચર વાણીમાં શ્રી યમુનાજીના દિવ્ય સ્વ‚પનું રસમય ગુણગાન શ્રવણ કરાવશે.

કથા સત્ર દરમ્યાન નિત્ય રાત્રી કાર્યક્રમો અનુસાર અનેક ભકતચરિત્રોના નાટય ‚પકો માણવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટની જાણીતા લેખક, દિગદર્શક અને નાટયકાર એવા હિતેષભાઈ સીનરોજા અન અનેકો ટીવી કલાકારો દ્વારા તા.૧૯ને બુધવારની રાત્રીએ અષ્ટછાપ કિર્તનકાર શ્રી છીતસ્વામીના જીવનચરિત્રને વ્યકત કરતી ભાવવાહી નાટીકા, તા.૨૦ને ગુ‚વારની રાત્રીએ સુરદાસજીના જીવનકવનો આલેખથી દિવ્ય નાટીકા, તા.૨૧ને શુક્રવારની રાત્રીએ એક સામાજીક નાટીકા ‘આદર્શ પરીવાર’નું કલાત્મક મંચન માણવા પધારવા ભાવુકોને નિમંત્રણ, આ કાર્યક્રમ રોજેરોજ સાધના ચેનલના બધા જ નેટવર્ક પર સાંજે ૪ થી ૭ દરમ્યાન કથાનું જીવંત પ્રસારણ મુકવામાં આવશે. તા.૨૨ને શનિવાર એટલે શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો ૫૩૯મો પ્રાગટય ઉત્સવ જે ભવ્યતા સાથે મનાવવાની પરંપરા અનુસાર શહેરની પ્રાગટય ઉત્સવ આયોજન સમિતિ દ્વારા દરબારગઢ હવેલી, રાજકોટ ખાતેથી દિવ્ય અને અલૌકીક શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે શોભાયાત્રા વૃજધામ પંડાલ ખાતે વિરામ લઈ ધર્મસભામાં પરિવર્તીત થશે. જયાં સપ્તમ પીઠાધીશ પૂ.પા.ગો.ઘનશ્યામલાલજી મહારાજશ્રીની અધ્યક્ષતામાં રાજકોટ શહેરના પ્રખર આચાર્યો પૂ.પા.ગો.વૃજેશકુમારજી મહોદયશ્રી (લક્ષ્મીવાડી હવેલી), ગો.અક્ષયકુમારજી મહારાજ (રોયલ પાર્ક હવેલી), ગો.શ્રી વિશાલ કુમારજી મહોદયશ્રી (પોરબંદર), ગો.અનિરુઘ્ધલાલજી મહોદય (લક્ષ્મીવાડી હવેલી), ગો.‚ચીરરાયજી મહોદય (ચરણાઠ હવેલી) સહિત અનેકો આચાર્ય સ્વ‚પો બિરાજીત રહી વૈષ્ણવસૃષ્ટિને વચનામૃતો દ્વારા સ્વમાર્ગ બોધ કરશે.

ઉપરોકત કાર્યક્રમ દરમ્યાન રોજેરોજ અનેકો મહાનુભાવ વિશેષો, રાજનિતીજ્ઞો, શ્રેષ્ઠીઓ તેમજ સંતો ઉપસ્થિત રહી પોતાની ભાવના અભિવ્યકત કરશે. મુખ્યમનોરથી સ્વ‚પે સોની પરસોતમદાસ કાલીદાસ લાઠીગરા (ભાયાવદરવાળા), હસ્તે ભરતભાઈ હરસુખલાલ લાઠીગરા તથા મનોરથી ગૌ.વા.મગનલાલ છગનલાલ વેડીયા, રમાબેન મગનલાલ વેડીયા તથા વેડીયા પરીવાર, શાંતિલાલ હરીભાઈ પારેખ હસ્તક શીલ્પા લાઈફ સ્ટાઈલ પ્રભુદાસભાઈ પારેખ, નરેન્દ્રસિંહ કરણસિંહ જાડેજા, જયેન્દ્રબા નરેન્દ્રસિંહ જાડેજા, જાડેજા પરીવાર હસ્તે રણજીતસિંહ જાડેજા તેમજ હરેશભાઈ મગનલાલ પોપટ તથા પોપટ પરિવાર તેમજ નારણદાસ આણંદજી વાગડીયા પરિવાર આટલા પરિવારોના સહયોગ થકી સપ્તમગૃહ દ્વારા દિવ્યકથાનું આયોજન થયું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા વૃજધામ ગ્રુપ સમિતિના સર્વશ્રી ગોવિંદભાઈ દાવડા, હિતેશભાઈ રાજપરા, માધવદાસ ફીચડીયા, સુભાષભાઈ શીંગાળા, ભરતભાઈ લાઠીગરા, અતુલભાઈ વેડીયા, જીતેશભાઈ રાણપરા તેમજ જતીનભાઈ પારેખ જહેમત ઉઠાવી રહ્યા છે. ઉપરાંત રાજકોટના જાણીતા વૈષ્ણવો ચિમનભાઈ લોઢીયા, હસમુખભાઈ ડેલાવાળા, સુખાભાઈ કોરડીયા, દિનેશભાઈ કારીયા, રાજુભાઈ ફીચડીયા, સુરેશભાઈ કોટક જેવા અનુભવીઓનું માર્ગદર્શન પ્રાપ્ત થઈ રહ્યું છે. આ કાર્યક્રમ આયોજીત કરવામાં જાણીતા શ્રેષ્ઠીઓ પંકજભાઈ લોઢીયા તેમજ કૌશિકભાઈ લોઢીયા દ્વારા કથા સ્થળ ગ્રાઉન્ડનું સહયોગ સૈજન્ય પ્રાપ્ત થયા છે.