Abtak Media Google News

કરવડની પાંચ વર્ષની બાળકીનું અપહરણ કરી નેપાળ પહોચે તે પહેલાં મધ્યપ્રદેશથી ઝડપી લેવાયો: ઉતરપ્રદેશના ત્રણ બાળકોના અપહરણ કરી નેપાળમાં વેચી નાખ્યાની કબુલાત આપી

સુરત રેન્જ વડા પિયુશ પટેલ અને વલસાડ એસપી ડો.રાજદીપસિંહ ઝાલાની આગવી કુન્હેથી માનવ તસ્કરનીનો કર્યો પર્દાફાંસ

વલસાડના વાપી નજીક આવેલા કરવડ ગામેથી બે દિવસ પહેલાં પાંચ વર્ષની માસુમ બાળકીના થયેલા અપહરણના ગુનામાં સંડોવાયેલા નેપાળી શખ્સને મધ્યપ્રદેશના ખંડવા ખાતેથી ધરપકડ કરી બાલકીને હેમખેમ બચાવી લીધી છે. અપહરણના ગુનાની તપાસ દરમિયાન નેપાળી શખ્સ માસુમ બાળકોના અપહરણ કરી નેપાળ વેચી નાખતો હોવાનો પર્દાફાંસ થયો છે. માનવ તસ્કરીના ગુનામાં સંડોવાયેલા નેપાળીએ આ પહેલાં પણ ઉત્તર પ્રદેશના ત્રણ બાળકોને નેપાળ વેચી નાખ્યાની ચોકાવનારી કબુલાત આપતા પોલીસે નેપાળી શખ્સને રિમાન્ડ પર મેળવી ઉંડી પૂછપરછ હાથધરી છે.

Img 20230211 105647

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ રાજસ્થાનના બાંસાવાડ ગામના વતની શ્રમજીવી પરિવાર વાપી નજીક કરવડ જીઆઇડીસી વિસ્તારમાં સ્થાયી થઇ મજુરી કામ કરે છે. બે દિવસ પહેલાં શ્રમજીવી પરિવારની માસુમ બાળકીનું અપહરણ થયા અંગેની વાપી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.

કરવડ ગામની બાળકીના અપહરણના ગુનાનો ભેદ ઉકેલવા સુરત રેન્જ આઇજી પિયુશ પટેલ અને વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલાએ પોલીસની જુદી જુદી ચાર ટીમ બનાવી સઘન તપાસ શરુ કરાવી હતી. પોલીસે સીસીટીવી ફુટેજ અને રેલવે પોલીસને કરેલી એલર્ટના પગલે મધ્ય પ્રદેશ રેલવે પોલીસના ધ્યાને માસુમ બાળકી સાથે નેપાળી શખ્સ જોવા મળતા મધ્ય પ્રદેશના ખંડવા પોલીસે રેસ્કયુ કરી બંનેને ટ્રેનમાંથી નીચે ઉતારી વાપી પોલીસને જાણ કરતા વાપી એલસીબીના વી.બી.બારડ અને એસઓજી પી.આઇ. જે.એન.ગૌસ્વામી સહિતના સ્ટાફ મધ્ય પ્રદેશના ખંડવા ખાતે દોડી ગયા હતા.

માસુમ બાળકીને પોલીસે હેમખેમ બચાવી તેના અપહરણના ગુનામાં સંડોવાયેલા નેપાળના બનગઇ મોતીપુરના  લેખે ખાંગ ઉફ રમેશ ટીકારામ નેપાળી નામના શખ્સને વાપી લાવી કરેલી પૂછપરછ દરમિયાન તે બાળકીનુ 16 કલાક પહેલા અપહરમ કરી ટ્રેનમાં નેપાળ લઇ જઇ રહ્યો હતો તે દરમિયાન પોલીસે ઝડપી લીધો છે. રમેશ નેપાળી આ પહેલાં ઉત્તર પ્રદેશના ત્રણ બાળકોને નેપાળ લઇ જઇ વેચી નાખ્યાની ચોકાવનારી કબુલાત ાપતા પોલીસ સ્ટાફ ચોકી ઉઠયો છે. રમેશ નેપાળી માનવ તસ્કર કેટલા સમયથી કરી રહ્યો છે અને તેની સાથે અન્ય કોણ સંડોવાયું છે. રમેશ નેપાળી પાસેથી બાળકોની ખરીદી કોણ કરી રહ્યું છે. તે અંગેની ઉંડી તપાસ માટે રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.