વલસાડ: ભાજપના ઉમેદવારને મત આપતા હોવાનો વિડીયો વાયરલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન આજે પૂર્ણ થઈ ગયું છે. કોઈ પણ વ્યક્તિ જયારે મતદાન કરવા જાય ત્યારે ત્યાં કોઈ પણ પ્રકારની વીડીયો કલીપ વાયરલ કરી શકે નહિ ત્યારે વલસાડ ખાતે આચાર સહિતાનો ભંગનો કિસ્સો સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડમાં ભાજપના ઉમેદવારને મત આપતાનો વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ચૂંટણી તંત્ર હરકતમાં આવ્યું છે. મતદાન ગુપ્ત રાખવાનું હોય છે.તેની ગુપ્તતાનો ભંગ એ ગુનો ગણાય છે ઉપરાંત મતદાન મથકમાં મોબાઈલ લઈ જવા ઉપર પણ પ્રતિબંધ છે તેવામાં આ વ્યક્તિ મોબાઇલ લઈને અંદર સુધી પહોંચ્યો તે પણ ગુનો ગણી શકાય છે હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો હોય જિલ્લા ચૂંટણી તંત્ર સક્રિય થયું છે.

રાજકોટમાં પણ મતદાન મથકનો વીડીયો થયો હતો વાયરલ

રાજકોટ શહેરની દક્ષિણ વિધાનસભા બેઠક ઉપરના મતદાન મથકમાં કોઈ અજાણ્યા મતદારે મતદાન કરતી વેળાએ કોંગ્રેસને મત આપતા હોય તેવો વિડીયો મોબાઇલમાં ઉતાર્યો હતો અને બાદમાં તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો