Abtak Media Google News

ટ્રેન સાથે બે ભેંસ અથડાઈ, આગળનો ભાગ ખુલ્લો પડી ગયો : 10 મિનિટના વિલંબ બાદ ટ્રેનની સેવા ફરી શરૂ

ગાંધીનગર-અમદાવાદ-મુંબઈ વચ્ચે એક સપ્તાહ પૂર્વે શરૂ થયેલી ’વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન’ને આજે અમદાવાદમાં વટવા ટ્રેક પાસે અકસ્માત નડ્યો હતો. રેલવે ટ્રેક ઉપર 2 ભેંસો આવી જવાના કારણે થયેલા અકસ્માતમાં ટ્રેનના આગળના ભાગે થોડું નુકસાન નોંધાયું છે.

ટ્રેનના આગળના ભાગ સાથે ભેંસો અથડાવાના કારણે ટ્રેનનો આગળનો ભાગ તૂટી ગયો હતો પરંતુ તેની સર્વિસ પર કોઈ અસર નથી નોંધાઈ. આજે બપોરે 11:00 કલાક આસપાસ વટવા અને મણિનગર વચ્ચે સેમી હાઈ-સ્પીડ મુંબઈ-અમદાવાદ વંદેભારત એક્સપ્રેસને ભેંસ અથડાઈ હતી. આ કારણે ટ્રેન 10 મિનિટ સુધી ઉભી રહી હતી અને બાદમાં રાબેતા મુજબ તેની સેવા શરૂ કરાઈ હતી.

નોંધનીય છે કે, ગુજરાતમાં શરૂ થયેલી આ વંદે ભારત ટ્રેન પહેલી વખત કવચ (ટ્રેન કોલાઇઝન અવોઇડન્સ સિસ્ટમ) ટેક્નિકથી લોન્ચ કરવામાં આવી છે. આ ટેક્નિકની મદદથી બે ટ્રેનના એક્સિડન્ટ અટકાવી શકાય છે. આ ટેક્નિક દેશમાં જ વિકસિત કરવામાં આવી હોવાથી તેનો ખર્ચ ઘણો ઓછો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.