Abtak Media Google News

પાટણ : પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સરદારપુરા ગામ ખાતે વંદે ગુજરાત કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમમાં અગ્રણીઓ અને સરપંચ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ લાભાર્થીઓને જુદી જુદી યોજનાઓ અંતર્ગત ચેક અને વસ્તુઓ આપવામાં આવી હતી.

સરદારપુરા ગામ ખાતે યોજાયેલ વંદે ગુજરાત કાર્યક્રમ તાલુકા વિકાસ અધિકારી પ્રકાશભાઈ પરમાર અને આરોગ્ય અધિકારી અને ભાજપના કાર્યકર્તા ગામ પંચાયતના સરપંચ બાબુલાલ,તાલુકા પંચાયત સદસ્ય અંબારામ ઠાકોર,કામલપુર સીટ સદસ્ય ગોવિંદભાઈ ચૌધરી,નારણભાઈ ચૌધરી,જેતલપુર સરપંચ રમેશભાઈ ચૌધરી,ડેલીકેટ શીવાભાઈ ચૌધરી,તાલુકા પંચાયતના પ્રમુખ દિનેશ ઠાકોર,ઉપપ્રમુખ નોઘાભાઇ આહીર,જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનને ભરતભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

જેમાં અલગ અલગ લાભાર્થેને યોજના અંતર્ગત લાભના ચેક અન્ય વસ્તુઓનુ વિતરણ કરવામાં આવ્યું હતું.આ સાથે ગુજરાત સરકારએ 20 વર્ષનો વિશ્વાસ 20 વષૅનો વિકાસની ગાથા લોકોને સમજાવી હતી.આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.પાટણ જિલ્લાના પંચાયત સીનાડ સીટના સરદારપુરા ગામ ખાતે વંદે ગુજરાત યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Whatsapp Image 2022 07 16 At 12.44.27 Pm Whatsapp Image 2022 07 16 At 12.43.22 Pm 1 Whatsapp Image 2022 07 16 At 12.43.22 Pm 2 Whatsapp Image 2022 07 16 At 12.43.52 Pm

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.