વંથલીના લગ્ન ઈચ્છુક યુવાન સાથે છેતરપિંડી કરતી ‘ઠગ’ ગેંગ ઝડપાઈ

 

અમદાવાદનાં બે મહિલા સહિત ત્રણની ધરપકડ: રોકડ સહિત ધરેણા સેરવી ગયા ‘તા

 

અબતક, જીજ્ઞેશ પટેલ, માણાવદર

વંથલીમાં લગ્ન ઈચ્છુક યુવકોને ટાર્ગેટ બનાવી મેરેજ બ્યુરોમાથી સંપર્ક કરી છેતરપીંડી કરતી ત્રિપૂટીને પોલીસે ઝડપી પાડી છે. આ ઠગ ગેંગના શખ્સો લગ્નની લાલચ આપી ઘરે આવી કેફી પીણુપીવડાવી ઘરમાં હાથ ફેરો કરી જતા હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વંથલીમાં મેરેજ બ્યુરોમાંથી સંપર્ક મેળવી ઘર પર જઈને યુવકના ઘણના સભ્યોને કેફી પીણુ પીવડાવી ઘરમાંથી રોકડા રૂ.20,000 અને સોના-ચાંદીના દાગીના સેરવી ગયાની જેન્તીભાઈ મગનભાઈ દવેએ વંથલીપોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એ.પી. ડોડીયા સહિતના સ્ટાફે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.પોલીસ પ્રાથમિક તપાસમાં જણાવ્યા મુજબ બે મહિલાઓ ફરિયાદીના ઘરે લગ્નની બાબતે આવ્યાબાદ ઘરમાં હાથ ફેરો કરી સ્વીફટ કારમાં નાસી ગયા હતા.

પોલીસે તપાસ કરતા આરોપી અમદાવાદના દેવયાની વિષ્ણુ પટેલ, સોનલ મહેન્દ્ર જોષી અને સચિન વિનોદ નાયક હોવાનું જાણવા મળતા વંથલી પોલીસે ઠગ ટોળકીની ધરપકડ કરી મુદામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.