Abtak Media Google News

એવીપીટીઆઈના છાત્રોને આત્મનિર્ભર ભારતમાં યોગદાન આપવા પીજીવીસીએલનાં એમ.ડી.આઈ.એ.એસ. બરનવાલજીએ ઉપયોગી માર્ગદર્શન પૂરૂ પાડયું

પીજીવીસીએલના સી.એસ.આર.ફંડમાંથી સ્ટાર્ટઅપ માટે રૂ.ર5 લાખના સાધનો પણ ઉપલબ્ધ કરાવાશે

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે વિજ્ઞાન ગુર્જરી મારફત સંસ્થાએ જઈને 7પ તજજ્ઞો મારફત 7પ સંસ્થાઓમાં સ્ટુડન્ટ ઈનોવેશન ફેસ્ટ-ર0રર અંતર્ગત નિ:શુલ્ક કાર્યશાળાઓ યોજાઈ રહી છે. વિજ્ઞાન ગુર્જરી – રાજકોટ એકમ મારફત કાર્યશાળાઓની શૃંખલામાં એ.વી. પારેખ ટેકનીકલ ઈન્સ્ટીટયૂટ  નાં છાત્રો માટે વિશિષ્ટ વિષય આઈડેન્ટીફાઈંગ પ્રોબ્લેમ્સ એન્ડ ઈનોવેટીવ સોલ્યુશન ઉપર પી.જી.વી.સી.એલ.નાં એમ઼ડી. આઈ.એ.એસ.  વરૂણકુમાર બરનવાલનાં વ્યાખ્યાનનું આયોજન કરાયેલ હતું. જેમાં ર10 જેટલા છાત્રોએ વ્યાખ્યાનનો લાભ લઈ વરૂણકુમારજી સાથે પ્રશ્ર્નાવલી કરેલ હતી. યુવા ટેકનીકલ વિષયનાં છાત્રોને ખુબ જ રસપ્રદ રીતે વિષય રજૂ કરતાં વરૂણકુમારજી એ જણાવેલ કે સમાજમાં નડતર રૂપ પ્રશ્ર્નોને  શોધી તેના ઉકેલ મારફત ઈનોવેટીવ તકનીક વિક્સાવી સ્ટાર્ટઅપ શરૂ કરી આત્મનિર્ભર ભારત નાં સ્વપ્નને સાકાર કરવાની જવાબદારી સૌ નાગરીકો અને યુવાનોની છે.

તેમને જણાવેલ કે દરેક સમસ્યાનું સમાધાન હોય જ છે જરૂર છે ઈનોવેટીવ થીંકીંગની. તેમને ઉદાહરણ સાથે જણાવેલ કે ઈજનેરી ર્ક્યા બાદ યુ.પી.એસ.સી. માં સફળતા મેળવી તેઓ  ભરૂચમાં પ્રાંત અધિકારી તરીકે કાર્ય કરતા હતાં ત્યારે 176 જેટલી રેશનીંગની દુકાનો સરકારની યોજનાં મુજબ રાશન ડિસ્ટ્રીબ્યુશન કરતી હતી ત્યારે કોઈપણ નાગરીકને અન્યાય ન થાય તે માટે 176 જગ્યાએ નિગરાણી રાખવા કરતાં એક જ જગ્યાએથી લાભર્ક્તાનું પેકેજીંગ કરવાથી સમસ્યાનું સરળ સમાધાન કરી શકાયું.

Untitled 1 665

વરૂણકુમારજી એ જણાવેલ કે, દરેક સરકારી સંસ્થા અને તેના કર્મચારીઓ સમસ્યાઓનો ઉકેલ કરવા ઈચ્છતા જ હોય છે પરંતુ ધણી વખત ઉકેલ મળી શક્તો નથી ત્યારે યુવા બ્રેઈન અને દેશનાં નાગરીકોને જો સમસ્યાઓ અંગે માહિતગાર કરવામાં આવે તો તેમનાં મારફત ઈનોવેટીવ ઉકેલ મળી શકે છે તેમને પી.જી.વી.સી.એલ. નાં ઉદાહરણ સાથે જણાવેલ કે, રાજ્યનાં ઘણાં વિસ્તારોમાં નાળીયેરીનાં ઝાડોને કારણે ઈલેકટ્રીકલ વાયરો તૂટી જાય છે ત્યારે તાજેતરમાં જ પોલીમરીક મટીરીયલ્સનું કોટીંગ વાયર ઉપર કરવાથી આ સમસ્યાનું સમાધાન સંશોધકો મારફત શોધી કાઢયું છે જેનાથી પી.જી.વી.સી.એલ. ને ખૂબ જ ફાયદો થવાનો છે. તેમને અન્ય સમસ્યાઓનો ઉલ્લેખ કરતાં જણાવેલ કે, વિજળીનો દર વર્ષે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચતા 1પ% જેટલો વ્યય થઈ રહ્યો છે ત્યારે તેના ઉકેલ માટે પણ યુવાનો કાર્ય કરી રહ્યા છે. તેમને આવા અનેક પ્રશ્ર્નોની ચર્ચા ભાગ લેનાર છાત્રો સાથે કરેલ હતી અને પ્રશ્ર્નાવલી સેકશનમાં છાત્રો મારફત પૂછાયેલા અનેક રસપ્રદ પ્રશ્ર્નોનાં ખૂબ જ સરળતાથી ઉત્તરો આપ્યા હતા. એક પ્રશ્ર્નનો ઉત્તર આપતાં   વરૂણકુમારજી એ જણાવેલ કે વિજળીનું ઉત્પાદન અને વપરાશની ફ્રિક્વન્સીમાં સામ્યતા જાળવવી ખૂબ જ તકનીકી અને અગત્યની છે ત્યારે ટેકનીકલ સરળ ભાષામાં આ અંગે છાત્રોને માહિતી આપી ઈનોવેશન માટે પે્રિરત ર્ક્યા હતા.

એવીપીટીઆઈનાં ઈક્યુબેટર સેન્ટરમાં સ્ટાર્ટઅપ નિહાળી છાત્રોને પ્રોત્સાહિત કરતાં  વરૂણકુમારજીએ પીજીવીસીએલનાં સી.એસ.આર. ફંડમાંથી સ્ટાર્ટઅપ માટે રૂ. રપ લાખનાં સાધનો ઉપલબ્ધ કરાવવા માટેની પ્રપોજલ મોકલવા સૂચન કરેલ હતું. વિજ્ઞાન ગુર્જરીનાં રાજકોટ એકમનાં ર્ડા. નિકેશભાઈ શાહ અને ર્ડા. પ્રદીપભાઈ જોષીએ ભાગ લેનાર છાત્રોને જણાવેલ કે ઈનોવેટી આઈડીયાને સ્ટાર્ટઅપ પ્રોડક્સ સુધી લઈ જવાની પ્રક્રિયામાં વિજ્ઞાન ગુર્જરી યુવા છાત્રોને સફળ પ્લેટફોર્મ પૂરું પાડવા કટીબદ્ઘ છે.

કાર્યશાળામાં   વરૂણ કુમાર બરનવાલ, પ્રિન્સીપાલ ર્ડા. એ. એસ. પંડયા, ર્ડા. આર. ડી. રઘાણીલ, ર્ડા. નિકેશ એ. શાહ, ર્ડા. પ્રદિપ જોષી, ર્ડા. એચ. એચ. ભટ્ટ, ર્ડા. જે. બી. વાળા,  કે. વી. દવે, નિરજ ત્રિવેદી, એચ. જી. અગ્રાવત વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેલ હતા. કાર્યક્રમનું સફળ સંચાલન  દર્શિતાબેન પાઠકે કરેલ હતું અને કાર્યક્રમને સફળ બનાવવા જયદિપ, અંકુર, પૂનમ વગેરે છાત્રોએ જહેમત ઉઠાવેલ હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.