‘બદ્રિનાથ..’ એ તોડ્યો રીતિકની ‘કાબિલ’નો રેકોર્ડ.

varun dhavan | alia bhatt | bollywood | entertainment
varun dhavan | alia bhatt | bollywood | entertainment

વરૂણ ધવન અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘બદ્રિનાથ કી દુલ્હનિયા’ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. શુક્રવારે રીલિઝ થયેલી આ ફિલ્મે અત્યાર સુધી ચાર દિવસમાં 55 કરોડ કરતાં વધારે કમાણી કરી છે. આ ઉપરાંત ફિલ્મે રીતિક રોશનની ‘કાબિલ’ (ચાર દિવસની કમાણી 52 કરોડ)નો રેકોર્ડ પાછળ રાખી આ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મના લિસ્ટમાં ચોથા નંબરે છે.

પહેલા દિવસની કમાણી હતી 12કરોડ

‘બદ્રિનાથ કી દુલ્હનિયા’એ પહેલા દિવસે 12.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ પછી શનિવારે 14.75, રવિવારે 16.05 અને સોમવારે 12.08 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આમ અત્યાર સુધી આ ફિલ્મ 55.13 કરોડની કમાણી કરી ચૂકી છે.