વેજ પફ

vegpuff | puff | abtakmedia
vegpuff | puff | abtakmedia

સામગ્રી

 

1 નંગ પફ પેસ્ટ્રી સીટ

1 કપ મિક્સ વેજિટેબલ સમારેલા(ગાજર, વટાણા, બીન્સ વગેરે)

1 નંગ ડુંગળી

1 નંગ ટામેટું

1/2 ટીસ્પૂન આદું-લસણની પેસ્ટ

1 ટીસ્પૂન જીરું

1 ટીસ્પૂન લાલ મરચું પાઉડર

1/2 ટીસ્પૂન ગરમ મસાલો

1/8 ટીસ્પૂન હળદર

2થી 3 ટેબલસ્પૂન કોથમીર

તેલ જરૂર મુજબ

મીઠું સ્વાદાનુસાર

 

રીત

 

સૌપ્રથમ ગાજર, વટાણા, કેપ્સિકમ, બીન્સ જેવા મિક્સ વેજિટેબલને થોડુંક જ પાણી ઉમેરીને ત્રણેક સીટી વગાડી લો. હવે એક નોન સ્ટિક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એઠલે તેમાં જીરું ઉમેરો. જીરું લાલ થાય એટલે તેમાં ડુંગળી ઉમેરીને એકાદ મિનિટ માટે સાંતળો. ત્યારબાદ તેમાં આદું-લસણની પેસ્ટ ઉમેરીને બીજી એકાદ મિનિટ સાંતળો. ત્યાર બાદ તેમાં મિક્સ વેજિટેબલ અને ટામેટા ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં બધા જ મસાલા ઉમેરીને ફરીથી બરાબર મિક્સ કરી લો. બધા જ શાકભાજી ચઢીને મેશી થઈ જાય ત્યાં સુધી તેને ચઢવા દો. છેલ્લે તેમાં મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરીને ઠંડુ થવા દો. હવે ઓવનને 220 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રીહિટ કરી લો. પેસ્ટ્રી સીટને પણ તેના કવર પર આપેલી સૂચનાઓ મુજબ ડિફ્રીજ કરી લેવી. હવે આ પેસ્ટ્રી સીટને લંબચોરસ કટ કરી લો. તેમાં બે ચમચી જેટલું સ્ટફિંગ ભરીને સીલ કરી લો. આ રીતે બધી પેસ્ટ્રી તૈયાર કરી લો. બેકિંગ ટ્રે પર એલ્યુમિનિયમ ફોઈલ લગાવી દો. અને હવે તેના પર તેલ લગાવીને ગ્રીસ કરી લો. તૈયાર કરેલા પફ તેમાં અમુક અંતર રાખીને ગોઠવી દો. આ પફ પર બ્રેશ વડે ઘી લગાવી લો. હવે આ પફને પ્રીહિટેડ ઓવનમાં 15 થી 20 મિનિટ માટે ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી બેક કરી લો. ગરમા-ગરમ પફને તમે ચા સાથે પણ સર્વ કરી શકો છો.