- ગીર સોમનાથ વાહનોથી થતા અકસ્માતો નિવારવા માટે ટ્રાફીક શાખા દ્વારા વાહન ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામા આવેલ છે
- તારીખ 15 અને 16 એપ્રિલ 2025 ના રોજ ગીર સોમનાથ જીલ્લા ટ્રાફિક પોલીસ દ્રારા કોડિનાર તથા સુત્રાપાડા ખાતે આવેલ કંપનીના ભારે વાહનનું ચેકિંગ કરવામા આવેલ હતું.
- જેમાં કુલ દંડ રૂ. 84,800 વસુલવામાં આવેલ હતું
જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા સાહેબ નાઓએ સુચના કરેલ હોય જે અનુસંધાને ઉપરોકત ડ્રાઇવ અંગે તા.15 એપ્રિલ 2025 થી તા.16 એપ્રિલ 2025 એમ દિન-2 સુધી ખાસ ડ્રાઇવનુ આયોજન કરવામા આવેલ હોય જે અનુસંધાને ગીર સોમનાથ જીલ્લામાં અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ ડ્રાઇવનુ આયોજન કરવામાં આવેલ હતું.
તારીખ 15 અને 16 એપ્રિલ 2025 ના રોજ ગીર સોમનાથ જીલ્લા ટ્રાફિક પોલીસ દ્રારા ગીર સોમનાથ ખાતે આવેલ કંપનીના ભારે વાહનનું ચેકિંગ કરવામાં આવેલ હતું. જેમાં વાહન ચેકિંગ દરમ્યાન ઓવર લોડીંગ તથા આર.ટી.ઓ વગર કાગળો તથા સીટ બેલ્ટ, રોયલ્ટી, ડ્રાઇવીંગ લાયસન્સ, વિગરે કાગળો ચેક કરવામા આવેલ તેમજ વધુગતી તથા નશાયુકત ડ્રાઇવરોનુ ચેકિંગ કરવામાં આવેલ હતુ. જેમાં MvAct NC કેસ 109 તથા સ્થળ દંડ રૂ. 51,100 MvAct 207 મુજબ વાહન ડિટેન 04 RTO દંડ રૂ. 33 700 તથા VOC.ઈ-ચલણ 13 એમ કુલ કેસ 122 તથા કુલ દંડ રૂ. 84,800 વસુલવામાં આવેલ હતું.
જેમાં જીલ્લા ટ્રાફિક શાખાના પોલીસ સબ ઇન્સ જે.આર.ડાંગર તથા જીલ્લા ટ્રાફિક પોલીસ સ્ટાફ દ્વારા કામગીરી કરવામા આવેલ જેમાં હાઇવે રોડમાં લેન ભંગ તથા રોંગસાઇડ વાહનો ન ચલાવવા સુચનાઓ આપી તેમજ ટ્રાફિક ના નિયમોનુ પાલન ન કરનારા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમો પાલન કરાવી અવગત કરવાતી જીલ્લા ટ્રાફિક પોલીસ ગીર સોમનાથ અને હજુ પણ ટ્રાફિકના નીયમોનુ પાલન કરાવવાની કામગીરી આગામી દિવસો મા પણ ચાલુ રાખવામાં આવશે.
અહેવાલ : જયેશ પરમાર