વેરાવળ-અમદાવાદ તથા જામનગર-વડોદરા સ્પેશ્યલ ટ્રેનો આજથી રદ

0
95

હાલ દેશભરમાં કોરોનાનું સંક્રમણ સતત વધીરહ્યું છે. તે ચિંતાજનક બાબત છે. કોરોનાના કેસો વધતા યાત્રીઓની સંખ્યામાં ઘટાડો થતા રેલવે વિભાગ દ્વારા વેરાવળ અમદાવાદ, વેરાવળ તથા જામનગર વડોદરા-જામનગર સ્પેશ્યલ ટ્રેનો હાલ પૂરતી રદ કરવામાં આવે છે. રાજકોટ રેલવે ડીવીઝનના સીનીયર ડીસીએમ અભિનવ જેફ દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે જયાં સુધી નવી સુચના ન આવે ત્યાં સુધી ટ્રેનો રદ કરશે.

જેમાં ટ્રેન નંબર 09258 વેરાવળ-અમદાવાદ સ્પેશ્યલ ટ્રેન 19 એપ્રીલ 2021 થી રદ, ટ્રેન સંખ્યા નં. 09257 અમદાવાદ-વેરાવળ સ્પેશ્યલ ટ્રેન જે.20 એપ્રીલ 2021થી રદ ટ્રેન સંખ્યા નંબર 02960 જામનગર-વડોદરા સુપર ફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન જે 19 એપ્રીલ 2021 થી રદ તથા ટ્રેન નંબર 02959 વડોદરા-જામનગર સુપર ફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન 19 એપ્રીલ 2021 થીરદ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here