Abtak Media Google News

ગૌ હત્યારાઓને સજા કરવાની માંગ સાથે હિન્દુ યુવા સંગઠનના જિલ્લા પ્રમુખ જતીનબાપુના અનશનનો પાંચમો દિવસ

ગૌહત્યા અટકાવવા ગુજસી ટોકના કાયદા હેઠળ ગૌ તસ્કરો અને ગૌ હત્યારાઓ ને લાગુ કરી ને સજા કરવા માંગ સાથે હિન્દૂ યુવા સંગઠનના જીલ્લા પ્રમુખ  જતીન બાપુ રવી છેલ્લા 5 દિવસથી વેરાવળના રિંગ રોડ પર આવેલ દુ:ખભંજન હનુમાનજી મંદિર ના પટાંગણ માં  આમરણ ઉપવાસ પર બેસેલા છે ત્યારે જીલ્લા આખા માંથી વિવિધ જ્ઞાતિ, સમાજ, સંગઠનો, સાધુ સંતો, મંદિર મઠ, મિત્રમંડળ , શહેર ના વિવિધ વિસ્તાર ના લોકો બાપુ ને સમર્થન આપવા મોટી સંખ્યા માં છાવણી ની મુલાકાત લાઇ રહ્યા છે.આહિર એકતા મંચ, વીર માંધાતા ગ્રૂપ – ગીર સોમનાથ જીલ્લા, હિન્દૂ નારી સંગઠન ના નારી શક્તિ પણ બહુ મોટી સંખ્યા માં મુલાકાતે આવે છે અને કુમકુમ અક્ષત થી તિલક અને આવરણા લઈને આશીર્વાદ આપે છે કે આ નિસ્વાર્થ અને ઈશ્વરી કાર્ય માં જરૂર સોમનાથ મહાદેવ પૂર્ણ કરશે.બાપુ નું સુગર ઘટ્યું છે પણ તંત્ર ની અકળ ઘટતી નથી જે લોકશાહી માટે દયનીય બાબત છે. આમરણ અનશન ના પાંચમો દિવસ હોય ત્યારે જતિનબાપુ ને આજે સુગર નું પ્રમાણ ઘટી ગયું છે તેવું તબીબ એ સારવાર દરમિયાન જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.