વેરાવળ: મોબાઇલથી છેતરાતા લોકોને સમજણ આપવા જનજાગૃતિ પ્રચાર-પ્રસાર

સી.ટી. પી.આઇ. ડી.ડી. પરમાર, દ્વારા ઝુંબેશમાં ગુજરાતી અભિનેત્રી મિના નગીનો આર્થિક સહયોગ

વેરાવળ  સીટી પી આઈ ડીડી પરમાર દ્વારા શહેરીજનોને લોક જાગૃતિ અર્થે પ્રચાર માટે મુંબઈ વસઈ રહેતાં ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી એ પોતાના સ્વર આપી જાગૃતિ અભિયાન અંતર્ગત સહયોગ આપ્યો  લોક જાગૃતિ મંચ ટ્રાફિક બ્રિગેડ એજયુકેશન સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી દ્વારા સુંદર આયોજન માટે સહભાગી થવાનું જણાવ્યું હતું જેમાં એ.એસ આઈ દિનેશ ભાઈ ગોહિલ ના માર્ગ દર્શન સાથે લોક જાગૃતિ અર્થે શહેર ના નાગરિકોને  જાહેરાત ના માધ્યમ દ્વારા સીટી પોલીસ ઈન્સ્પેક્ટર ડીડી પરમાર સાહેબ દ્વારા જણાવેલ કે   કોઈપણ કંપની વેબ સાઈટ ફોન થી ઓટીપી માંગતી નથી તમારા મોબાઈલ પાસવર્ડ કોઈ ને પણ આપશો નહી,  ઓ એલ એકસ કવીકર વિગેરે જેવી વેબસાઈટ ઉપર થી ખરીદી કરતા આર્મી મેન સરકારી અધિકારી વિ.ની ઓળખ આપી એડવાન્સ પૈસા માંગણી કરે તો આપશો નહી. તે ઠગ હોય શકે છે , કોઈપણ વ્યકિત કયુ આર કોડ સ્કેન કરવા મોકલેતો કરશો નહીં  તેનાથી પૈસા ઉપડી શકે છે , કોઈપણ લાલચ કે તમને લોટરી લાગી તમને ઈનામ લાગ્યુ તો તેમા લલચાવું  નહી

ડીઝીટલ ઈન્ડીયાના સુત્રોને સાકાર કરવા આપણે ઓનલાઈન વ્યવહાર કરવો જરૂરી છે પણ આપણો વ્યવહાર કરતા પહેલા સંપુર્ણ જ્ઞાન મેળવવું જરૂરી છે. વગેરે બાબતે જાગૃતિ રાખવા જણાવાયુ  હતું. મુંબઈ વસઈ રહેતાં ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના નગરી એ પોતાના આર્થિક સહયોગ આપી રિક્ષા પ્રચાર જાહેરાતનો સહયોગ આપવા તેમજ પોતાના સ્વર સ્પીચ તૈયાર કરી આપેલ જેમાં આ કામગીરી માટે  લોક જાગૃતિ મંચ ના પ્રમુખ દીપકભાઈ ટીલાવંત સીનીયર સીટીઝન કલબના પ્રમુખ ચીમન ભાઈ અઢીયા  ટ્રાફિક બ્રીગેડ એજયુકેશન  ટ્રસ્ટના પ્રમુખ બીપીનભાઈ સંઘવી અને સ્વર સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી  દ્વારા સુંદર આયોજન કરવામાં  આવશે હોવાનું સામાજીક કાર્યકર સોની યોગેશ ભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું.