Abtak Media Google News

નગરપાલિકા દ્વારા તાત્કાલીક પગલા ભરવા નગરસેવક અફઝલ પંજાની રજુઆત

છેલ્લા ઘણા દિવસ થી વેરાવળ પાટણ શહેર મા હડકાયા કૂતરા ઓ દ્વારા અનેક લોકો ને કરડી લીધાના બનાવ બનેલ છે છેલ્લાં 3 દિવસથી રખડતા અને હડકાયા કૂતરાઓ ના કરડવાના અનેક બનાવ બનેલ છે.નગરસેવક અફઝલ પંજા દ્વારા સરકારી હોસ્પિટલ ની મુલાકાત લીધી જેમાં ડોકટર એ કબૂલ્યું કે સવાર થી રાત સુધી મા સોમનાથ ટોકીઝ થી શાહીગરા વિસ્તાર ના 15 થઈ વધુ બાળકોને કૂતરાકચડી ગયા છે.

નગરસેવક અફઝલ પંજા એ સિવિલ હોસ્પિટલ થી જ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા ના ચીફ ઓફિસર અને જવાબદાર અધિકારીઓ ને આ ગંભીર બનાવની જાણ કરેલ હતી કે વહેલી તકે આ હડકાયા કૂતરાઓને પકડવાની વ્યવસ્થા તત્કાલ થાય તે માટે જવાબદાર અધિકારીઓ ને ટેલિફોનિક જાણ કરેલ હતી

ત્યારે આવા બનાવ એ લોકો માટે દુ:ખદાયી હોય છે કારણ કે હડકાયા કૂતરા ના કરડવાથી જો ચેપ લાગે તો એ ચેપ મગજ સુધી પહોંચે છે અને મૃત્યુ પણ નીપજે તેથી આ બાબતની કારજી એ પ્રશાશન દ્વારા લેવી જોઈએ અને રખડતા અને હડકાયા કૂતરા ઓ માટે પગલાં લેવા જોઈએ તેવી ઉગ્ર માંગ નગરપાલિકાના ચીફ ઓફિસર જતીન મહેતાને કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.