વેરાવળ: નવ મહિનામાં બનવાવાળા રસ્તા ત્રણ વર્ષે પણ અધૂરા!

નગર સેવક અફઝલ પંજા દ્વારા મ્યુ.કમિશનર ને સવાલ કે 9 મહિના ની અંદર બનતા રસ્તા 3 વર્ષે પણ અધૂરા છતાં જ્વાબદર લોકો કેમ છે મૌન?

અબતક, જયેશ પરમાર, પ્રભાસપાટણ

ગુજરાત સરકાર લોકોને પ્રાથમિક સગવડતા આપવા માટે કટિબધ્ધ છે.છેવાડા ના વિસ્તાર મા વસતા લોકોને પણ નગરપાલિકા દ્વારા પ્રાથમિક સગવડ આપવી એ પાલિકા ની ફરજ નું એક ભાગ છે છતાં વેરાવળ શહેર ની નગરપાલિકા એ પોતાની ફરજ નિભાવવા મા સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઈ રહી છે.

વેરાવળ નગરપાલિકા દ્વારા પૃથ્વી બિલ્ડર્સ-કોડીનાર ને 2 કરોડ થી બધું રકમનું રસ્તા બનાવવાનું ટેન્ડર આપેલ હતું.જેના એગ્રીમેન્ટ મા ચોખ્ખું દર્શાવવામાં આવેલ હતું કે 6 થી 9 મહિના ની સમય મર્યાદા મા આ કામ પૂર્ણ કરવાના રહેશે પણ આજે 3 વર્ષ જેટલું સમય પસાર થયું છતાં રસ્તાઓનું કામ આજે પણ અધૂરું છે જે પાલિકા માટે ખૂબ ગંભીર બાબત છે.નગર સેવક અફઝલ પંજા એ શહેરી વિકાસ મંત્રી વિનોદ મોરડીયા ની લેખિત રજૂઆત કરેલ છે કે આ રસ્તા બનાવવામાં અને લોકોના ટેક્સના પૈસા થી મજા કરનાર કોન્ટ્રાક્ટ પર આજ સુધી કોઈ કાર્યવાહી શા માટે કરેલ નથી? શા માટે આ એજનસી ને બ્લેક લિસ્ટ કરેલ નથી? શા માટે અન્ય કોઈ એજનસી ને આ કામ સોંપવામાં આવેલ નથી? જો આવી ઢીલી નીતિ સાથે કોન્ટ્રાક્ટરો પાલિકા પર રાજ કરશે અને જવાબદાર લોકો તેને સજાને બદલે આશિર્વાદ આપશે તો ક્યાંથી સ્વર્ણિમ ગુજરાત ની વ્યાખ્યા સિદ્ધ થશે?ઉપરોક્ત બાબતોને નગરસેવક અફઝલ પંજા દ્વારા મ્યુ.કમિશનર અને શહેરી વિકાસ મંત્રી ને લેખિત ફરિયાદ કરેલ છે.