Abtak Media Google News
પારસ  સી. ફૂડસે કેશ ક્રેડીટની સાથે એક્ષપોર્ટ ક્રેડિટ ઈન્સ્યોરન્સ પોલીસી લીધી હતી: બેંક દ્વારા  કાર્યવાહી ન  કરતા ગ્રાહક તકરારમાં દાદ માંગી તી
શ્રી લંકાની બે કંપનીને  70102 ડોલરની  સી. ફૂટસની નિકાસ કરી ‘તી

ગિર સોમનાથ જિલ્લાના  વેરાવળ  ખાતેની  પારસ સી ફુડસે શ્રીલંકાની  બે કંપનીને   સી. ફૂડની નિકાસ કરેલી પરંતુ બંને કંપનીએ પેમેન્ટ નહી  ચુકવતા  નિકાસ કરતી  કંપનીએ બેંક પાસેથી  કેસ ક્રેડીટની સવલત મેળવેલી હોવા છતાં  પંજાબ નેશનલ બેંક દ્વારા નિયત સમય મર્યાદા   કલેઈમ ન  કરી અને બેંક દ્વારા  નિકાસ કરનાર પેઢીને  જાણ કરતા આથી પેઢીએ  જૂનાગઢ ગ્રાહક તકરાર   નિવારણમાં કરેલી ફરિયાદમાં બેંકની  ખામી બદલ વ્યાજ સાથે  રકમ પેઢીને ચૂકવવા હુકમ કર્યો છે.

વધુ વિગત મુજબ વેરાવળ ખાતે પારસ  સી. ફૂડસ નામની પેઢી તાજી, સુકી   મચ્છી અને દરિયાઈ  પેદાશોનો છૂટક અને જથ્થાબંધ  આયાત નિકાસ કરે છે.  પેઢીએ પંજાબ  નેશનલ બેંકમાથી  ધંધા માટે રૂ.70 લાખની કેશ ક્રેડીટની સવલત મેળવેલી છે. જેમાં નિકાસ ક્રેડીટ ગેરેન્ટી  કોર્પોરેશન નિયમ મુજબ પ્રીમીયમની રકમ  લીધેલી છે.

Img 20221109 Wa0085

પારસ સી. ફૂડસે શ્રીલંકા સ્થિત  બે કંપનીને  70102 ડોલરની કિંમતની  ફીસની નિકાસ કરી  હતી પેઢીએ   બંને બીલ સાથે   તમામ ડોકયુમેન્ટ બેંક સમક્ષ  જમા કરાવેલા  હતા, શ્રીલંકાના આયાતકારે  સમયમર્યાદામાં  બીલની રકમ ભરપાઈ કરવામાં નિષ્ફળ  જવા છતા બેંક દ્વારા કાર્યવાહી અને   બેદરકારી છુપાવવા બેંક દ્વારા પારસ સી. ફુડસને  જાણ કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતુ.

પારસ સી ફૂડસે પંજાબ નેશનલ  બેંક અને એક્ષપોર્ટ  ક્રેડીટ ગેરેન્ટી  કોર્પોરેશન વિરૂધ્ધ  ફરિયાદ દાખલ કરી હતી. જેમાં ઈ.સી.જી.સી. દ્વારા  બચાવ લઈ પેઢી સાથે કોઈ કરાર થયો નથી બેંકે પોતાના   બચાવમાં પેઢીની ફરિયાદ સમય મર્યાદાની બહાર છે. પેઢીએ  બેંકનું લેણુ ચુકવી આપેલુ હોવાથી બેંક દ્વારા  કલેઈમ કરવાનો  રહેતો નથી આથી ફરિયાદ  રદ કરવા દલીલ કરી હતી.

બાદ પેઢીના  એડવોકેટ દ્વારા  દસ્તાવેજી પુરાવાઓ રજૂ રાખેલા, સુપ્રિમ કોર્ટ અને નેશનલ કમિશનના  વિવિધ ચુકાદાઓ  રજૂ રાખેલા જેમાં ફરિયાદીએ  પ્રિમીયમ ભરપાઈ કરેલુ હોય જેથી બેનીફીસીયરી ગણાય જે  રજૂઆત  ધ્યાને લઈ કુલ રકમ રૂ.34,96,618 રકમ મંજૂર કરી જેમાં રૂ.30 લાખ ઉપર પેકિંગ ક્રેડીટ સવલતમાં જે વ્યાજ નકકી  થયેલું હોય તે રકમ પર  વ્યાજ  સહિત રૂ.4,96,618ની રકમ ઉપર 14.25% લેખે વ્યાજની રકમ  ચુકવી આપવા તથા માનસીક યાતનાના વળતર પેટે રૂ.1 લાખ અને  ફરિયાદ ખર્ચની રકમ રૂ.35 હજાર અલગથી ફરિયાદીને ચુકવી આપવાનો  હુકમ જૂનાગઢ ગ્રાહક તકરાર નિવારણ  કમિશન દ્વારા ફરમાવવામાં આવેલો છે. આ કેસમાં ફરિયાદીનાં વકીલ તરીકે   સંદીપ જોશી, શૈલેન્દ્રસિંંહ જાડેજા,  કેતન જેઠવા, હેમલ બગડાઈ તથા શુભમ જોશી રોકાયેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.