બોલિવુડના ટ્રેજડી કિંગ દિલિપ કુમારની તબિયત લથડી…

dilip-kumar | bollywood | entertainment
dilip-kumar | bollywood | entertainment

બોલિવુડના ટ્રેજેડી કિંગના નામથી મશહૂર અભિનેતા દિલિપ કુમારની તબિયત આચાનક બગડી ગઈ છે. તેમણે ઈલાજ માટે મુંબઈના લીલાવંતી હોસ્પીટલમાં દાખલ કરાયા છે. તેમણે કિડનીના પ્રોબ્લેમના લીધે દિલિપ કુમારને ICUમાં દાખલ કરાયા છે.દિલિપ કુમારએ ઘણા દિવસોથી બીમાર હતા.

આ પેહલા પણ દિલિપ કુમારને ડિસેમ્બરમાં પણ હોસ્પીટલમાં દાખલ કરાયા હતા. તેના પછી તેમની તબિયતમા સુધારો થયો હતો. ત્યાર બાદ તેમની પત્ની સાયરા બાનુએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી જેમાં દીપિલ કુમાર ઘણા સ્વસ્થ લાગી રહ્યા હતા.

દિલિપ કુમારને ઘણા સમયથી શ્વાસની પણ તકલીફ પણ હતી. દિલિપ કુમારને દાદા સાહેબ ફાળકે અને પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનીત કરાયા છે. દિલિપ કુમારે મધુમતી, મુગલે આજમ , દેવદાસ, ગંગા જમુના, રામ ઓર શ્યામ જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે છેલ્લે 1998માં રીલીઝ ફિલ્મ કીલમાં કામ કર્યું હતું.