Abtak Media Google News

હરરાજી અને ટેન્ડરો થકી ૧ કરોડ ઉપરની આવક: આઈસ્ક્રીમ ચોકઠા માટે યોગ્ય બોલી ન આવતા ફરીથી હરરાજી થશે

રાજકોટમાં જન્માષ્ટમીના ઉત્સવમાં યોજાતા સાંસ્કૃતિક લોકમેળા માટે સ્ટોલના ડ્રો અને હરરાજીની કામગીરી પૂરી થઈ છે. જેમાં નાની ચકરડી, સ્ટોલ વગેરે માટે કોમ્પ્યુટરાઈઝ ડ્રો થયો હતો જયારે મોટી ચકરડી અને આઈસ્ક્રીમ સ્ટોલ માટે હરરાજીની પ્રક્રિયાથી સ્ટોલ ફાળવવામાં આવ્યા હતા.

કલેકટર તંત્રને ડ્રો અને હરરાજીની પ્રક્રિયાથી કરોડોની આવક થઈ છે. જેમાં રમકડાના નાના ૧૭૮ સ્ટોલ માટે સ્ટોલ દીઠ ૧૮ હજાર ‚પિયા લેખે ૩૨.૦૪ લાખ, ૧૪ નાના સ્ટોલ માટે ૨.૫૨ લાખ તેમજ નાની અને મધ્યમ ચકરડીઓની ફાળવણીમાં ૧૬.૨૭ લાખની આવક કલેકટર તંત્રને થઈ છે. આ સીવાય યાંત્રીક કેટેગરી મોટી ચકરડીના ૪૪ પ્લોટ માટેની હરરાજીમાં ઐતિહાસીક ૧,૧૧,૧૧,૧૧૧ ‚પિયાની બોલી થઈ છે.

રાજકોટના ઈતિહાસમાં પ્રથમ વખત લોકમેળામાં આટલા પ્રમાણમાં આવક નોંધાઈ છે જેના પરિણામે તંત્ર પણ ગેલમાં આવી ગયું છે. પ્લોટ અને સ્ટોલ ઉપરાંત જાહેર ખબરમાં મુખ્ય ગેઈટ,લાઈટીંગ સાઉન્ડ, સાઉન્ડ ટાવર તેમજ મુખ્ય સ્ટેજ અને એલઈડી લાઈટ દ્વારા જાહેર ખબર માટે ટેન્ડરો મંગાવવામાં આવ્યા હતા. જેમાં ૪ મુખ્ય ગેઈટ માટે હરી ઈમ્પેકટનું ૧.૩૫ લાખનું ટેન્ડર મંજૂર થયું હતું અને એલઈડી લાઈટ માટે ફરી કોમ્પ્યુનિકેશનનું ૧.૧૧ લાખનું ટેન્ડર મંજૂર થયું હતું. આ ઉપરાંત લાઈટીંગ સાઉન્ડના ટાવરમાંથી ૨.૧૦ લાખની આવક તંત્રને થઈ છે.

અત્યાર સુધીમાં સ્ટોલ અને જાહેર ખબરમાંથી કલેકટર તંત્રની આવક દોઢ કરોડ સુધી પહોંચવા આવી છે અને હજુ આઈસ્ક્રીમ ચોકઠાના ૧૪ પ્લોટ અને ખાણીપીણીના ૪ મોટા પ્લોટની હરરાજી બાકી છે. આઈસ્ક્રીમ ચોકઠા માટે હરરાજી ગોઠવવામાં આવી હતી. પરંતુ વેપારીઓ દ્વારા ૨.૮૦ લાખથી વધારાની બોલી કરવામાં ન આવતા હરરાજીને મુલત્વી રાખવામાં આવી છે. હવે આગામી દિવસોમાં ફરીથી હરરાજીનું આયોજન થશે. જેમાંથી પણ તંત્રને લાખોની આવક થવાની પુરેપુરી આશા છે.

વાઈબ્રન્ટ લોકમેળાના વધુ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સુરક્ષા વ્યવસ્થા માટે પણ તબકકાવાર કામગીરી હવે શ‚ કરવામાં આવશે. જેના નિર્ણયો ટૂંક સમયમાં જાહેર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.